- તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત
- ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની ખીણમાં શરણાર્થીઓની સ્થિતિના ચિત્રણ માટે નોબેલથી સન્માનિત કરાયા
- અત્યારસુધીમાં 117 લોકોને સાહિત્યનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે
નવી દિલ્હી: તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને વર્ષ 2021નો સાહિત્ય નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની ખીણમાં શરણાર્થીઓની સ્થિતિને લઇને ચિત્રણ માટે તેઓને નોબેલથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આપને જણાવી દઇએ કે ગુરનાહે તેમની નવલકથાઓમાં વસાહતીવાદ, શરણાર્થીઓ અને અખાતમાં તેમની સંસ્કૃતિઓ પર વિસ્તૃત વાત કરી છે. આપને જણાવી દઇએ કે અત્યારસુધીમાં 117 લોકોને સાહિત્યનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે જેમાં 16 મહિલાઓ પણ સમાવિષ્ટ છે.
BREAKING NEWS:
The 2021 #NobelPrize in Literature is awarded to the novelist Abdulrazak Gurnah “for his uncompromising and compassionate penetration of the effects of colonialism and the fate of the refugee in the gulf between cultures and continents.” pic.twitter.com/zw2LBQSJ4j— The Nobel Prize (@NobelPrize) October 7, 2021
તેમના વિશે જણાવીએ તો તેમનો જન્મ વર્ષ 1948માં થયો હતો અને તમનો ઉછેર જંજબાર દ્વીપ પર થયો હતું. વર્ષ 1960ના દાયકાના અંતમાં એક શરણાર્થીના રૂપમાં તે ઇંગ્લેંડ પહોંચ્યા હતા. ગુરનાહના ચોથા ઉપન્યાસ પેરાડાઇઝ એ તેમને એક લેખકના રૂપમાં ઓળખ અપાવી હતી.
નોંધનીય છે કે, આજકાલ તે બ્રિટનમાં રહે છે. આ એવોર્ડ જીતનાર તે પ્રથમ આફ્રિકન (First African) બની ગયા છે. તેમણે 21 વર્ષની ઉંમરથી અંગ્રેજીમાં લખવાનું શરૂ કર્યું હતુ. તેઓ યુનિવર્સિટી ઓફ કેન્ટ, કેન્ટરબરીમાં અંગ્રેજી અને પોસ્ટકોલોનિયલ લિટરેચરના પ્રોફેસર (Professor) પણ રહી ચૂક્યા છે.