Site icon Revoi.in

NOBEL PRIZE 2021: સાહિત્ય ક્ષેત્રે અબ્દુલરજક ગુરનાહને નોબેલ પુરસ્કાર

Social Share

નવી દિલ્હી: તંજાનિયાના ઉપન્યાસકાર અબ્દુલરજક ગુરનાહને વર્ષ 2021નો સાહિત્ય નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ઉપનિવેશવાદના પ્રભાવો અને સંસ્કૃતિઓ તથા મહાદ્વીપો વચ્ચેની ખીણમાં શરણાર્થીઓની સ્થિતિને લઇને ચિત્રણ માટે તેઓને નોબેલથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઇએ કે ગુરનાહે તેમની નવલકથાઓમાં વસાહતીવાદ, શરણાર્થીઓ અને અખાતમાં તેમની સંસ્કૃતિઓ પર વિસ્તૃત વાત કરી છે. આપને જણાવી દઇએ કે અત્યારસુધીમાં 117 લોકોને સાહિત્યનું નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે જેમાં 16 મહિલાઓ પણ સમાવિષ્ટ છે.

તેમના વિશે જણાવીએ તો તેમનો જન્મ વર્ષ 1948માં થયો હતો અને તમનો ઉછેર જંજબાર દ્વીપ પર થયો હતું. વર્ષ 1960ના દાયકાના અંતમાં એક શરણાર્થીના રૂપમાં તે ઇંગ્લેંડ પહોંચ્યા હતા. ગુરનાહના ચોથા ઉપન્યાસ પેરાડાઇઝ એ તેમને એક લેખકના રૂપમાં ઓળખ અપાવી હતી.

નોંધનીય છે કે, આજકાલ તે બ્રિટનમાં રહે છે. આ એવોર્ડ જીતનાર તે પ્રથમ આફ્રિકન (First African) બની ગયા છે. તેમણે 21 વર્ષની ઉંમરથી અંગ્રેજીમાં લખવાનું શરૂ કર્યું હતુ. તેઓ યુનિવર્સિટી ઓફ કેન્ટ, કેન્ટરબરીમાં અંગ્રેજી અને પોસ્ટકોલોનિયલ લિટરેચરના પ્રોફેસર (Professor) પણ રહી ચૂક્યા છે.