Site icon Revoi.in

સાઇબિરીયામાં 21 હજાર ટન ડીઝલ ઢોળનારી કંપનીને 2 અબજ ડૉલરનો દંડ ફટકારાયો

Social Share

નવી દિલ્હી: આર્કટિક સર્કલ વિસ્તારમાં આવેલા રશિયાના ઉત્તરી પ્રાં સાઇબિરિયામાં ડીઝલ ઢોળવા બદલ નોરિલ્સ્ક નિકલ નામની કંપનીએ 2 અબજ ડોલરનો દંડ ફટકારાયો છે. ગત વર્ષે કંપનીની બેદરકારીથી આર્કટિકના શુદ્વ વાતાવરણને દૂષિત કરતી આ ઘટના બની હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર 21 હજાર ટન ડીઝલ નદી અને જમીન પર ઢોળાયું હતું. સ્થિતિ ગંભીર થતાં રશિયન પ્રમુખે ત્યાં પર્યાવરણીય કટોકટી જાહેર કરી હતી. આર્કટિક એટલે કે ધરતીના ઉત્તર ધ્રૂવના પર્યાવરણને હાની પહોંચાડનારી એ એક મોટી દુર્ઘટના હતી.

કંપનીએ આ નુકસાન પેટે 2 અબજ ડૉલરનો દંડ ભરવાની તૈયારી દર્શાવી હતી. કંપની નિકલ ઉત્પાદક છે અને રશિયાના નોરિલ્સ્ક શહેરમાં આવેલી છે. શહેરને જે નુકસાન થયું એ રકમમાંથી સુધારવાનો પ્રયાસ કરાશે. રશિયાના ઈતિહાસનો આ સૌથી મોટો પર્યાવરણ દંડ છે. આ અકસ્મતા પછી 2020માં કંપનીનો નફો પણ 39 ટકા ઘટયો હતો.

થર્મલ પાવર પ્લાન્ટમાં આવેલી બળતણની ટાંકીમાં ભાંગ-તૂટ થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. તેના કારણે સ્થાનિક પર્યાવરણને અને જળમાર્ગ સાથે જ્યાં જ્યાં ડીઝલ ગયુ ત્યાં મોટુ નુકસાન થયુ છે. જળચર જીવોના મૃત્યુ થયા છે. ઢોળાયેલું ઓઈલ લગભગ  350 ચોરસ કિલોમીટર દૂર સુધી પથરાયુ હતું.

(સંકેત)