Site icon Revoi.in

પંજશીરનો 60 ટકા હિસ્સો અમારી પાસે જ છે: NRF

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાને સરકારની રચના કરી દીધી છે અને હવે શાસન કરવા તરફ આગળ વધી રહ્યું છે. જો કે તેને પંજશીરમાં હજુ પણ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. આ વચ્ચે નોર્ધન એલાયન્સના વડા અહમદ મસૂદના પ્રવક્તા અલી નજારીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, પંજશીરના 60 ટકા વિસ્તાર પર હજુ પણ નોર્ધન એલાયન્સનું જ નિયંત્રણ છે અને તેઓ તાલિબાનની પહોંચથી દૂર છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, નેશનલ રેઝિસ્ટેન્સ ફોર્સના અલી મૈસમ નજારીએ કહ્યું કે, અહમદ મસૂદ અને અમરુલ્લાહ સાલેહ હાલ અફઘાનિસ્તાનમાં જ છે. તેઓ પોતાના વિસ્તારમાં છે અને લોકોની સાથે છે. કોઇને પણ દગો નહીં અપાય. આ નિવેદન એટલા માટે મહત્વનું છે કારણ કે, થોડા સમય પહેલા એવા સમાચાર હતા કે અહમદ મસૂદ હાલ તાઝિકિસ્તાનમાં છે પરંતુ હવે તેમના પ્રવક્તાઓએ તેઓ વતનમાં જ હોવાનું સ્પષ્ટ કરી દીધું છે.

અલી નજારીએ સ્પષ્ટ કર્યું કે, પંજશીર પર હજું તાલિબાનનો કબજો નથી અને 60 ટકા પંજશીર હાલ તેમના પાસે જ છે. તાલિબાને સિંહની ગુફામાં પગ મુક્યો છે અને તેની કિંમત ચુકવવી જ પડશે. એનઆરએફના પ્રવક્તાએ તાલિબાનને સરહદ પાર (પાકિસ્તાન)નું સમર્થન મળી રહ્યું હોવાની પણ સ્પષ્ટતા કરી હતી.

અફઘાનિસ્તાન પ્રત્યે વિશ્વના વલણ પર નિરાશા વ્યક્ત કરતા અલી નજારીએ કહ્યું હતું કે, જે રીતે વિશ્વએ અફઘાનિસ્તાનમાં જોવા મળી રહેલા માનવીય સંકટ પર પોતાની આંખો મીચી દીધી છે તે ખૂબ જ નિરાશાજનક છે.