Site icon Revoi.in

ઇરાકમાં અમેરિકી સૈન્ય મથક નજીક રોકેટ હુમલો, કોઇ જાનહાનિ નહીં

Social Share

નવી દિલ્હી: ઇરાકમાં વારંવાર રોકેટ હુમલા થતા રહે છે ત્યારે હવે ઇરાકમાં સ્થિત યુએસ આર્મી બેઝ પાસે રોકેટ હુમલો થયો છે. યુએસ આર્મી બેઝ પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કરાયો હતો ત્યારે ગઠબંધન દળોની આઇન અલ-અસદ એર ફેસિલિટી પાસે જઇ રહેલા આ ડ્રોનને તોડી પડાયા હતા. ડ્રોન હુમલા બાદ રોકેટ હુમલો થયો છે. અલગ અસદ એર બેઝ નજીક આ હુમલો થયો હતો.

જો કે આ રોકેટ હુમલામાં કોઇ જાનહાની નથી થઇ. આજે બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઓછામાં ઓછા ચાર કટ્યુષા રોકેટ અથડાયા છે. અત્યાર સુધી કોઇ જૂથે હુમલાની જવાબાદરી લીધી નથી. યુએસની આગેવાની હેઠળના આંતરરાષ્ટ્રીય સૈન્ય ગઠબંધનના એક અધિકારીએ મંગળવારે ઇરાકના હવાઇ સંરક્ષણ દ્વારા વિસ્ફોટકથી ભરેલા બે ડ્રોનને તોડી પાડવામાં આવ્યા બાદ આ હુમલા થયા છે.

ફેક્ટરીમાંથી છોડવામાં આવેલા રોકેટોએ બુધવારે સવારે બગદાદ એરપોર્ટ પર સાયરન વાગવાનું શરૂ કર્યું હતું. બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સ્થિત બગદાદ ડિપ્લોમેટિક સપોર્ટ સેન્ટર (BDSC) પાસે રોકેટ પડ્યા હતા. આ રોકેટ ડામર પર પડ્યા હતા જેના કારણે કોઈને ઈજા થઈ નથી.

નોંધનીય છે કે, અત્યાર સુધી કોઈ જૂથે હુમલાની જવાબદારી લીધી નથી. જો કે, અધિકારીઓએ કથિત રીતે જણાવ્યું હતું કે ડ્રોનની એક પાંખ પર ‘સુલેમાનીનો બદલો’ શબ્દો લખેલા હતા. યુએસની આગેવાની હેઠળના આંતરરાષ્ટ્રીય ગઠબંધનના એક અધિકારીએ જણાવ્યું હતું કે હુમલાઓ ઇરાકી સ્થાપનો અને ઇરાકી લોકો અને તેમની સુરક્ષા કરનાર સૈન્ય સામે હતા.