- યુકેમાં સતત વધી રહ્યા છે ઓમિક્રોન વેરિએન્ટના કેસ
- જો નિયંત્રણ નહીં લદાય તો જાન્યુઆરીમાં ભયંકર લહેર આવી શકે છે
- વૈજ્ઞાનિકોએ આપી આ ચેતવણી
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલા ઓમિક્રોન વેરિએન્ટ હવે વિશ્વના 23થી વધુ દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. જેને કારણે વિશ્વ ચિંતિત બન્યું છે. યુકેમાં પણ ઓમિક્રોન વેરિએન્ટ ધીરે ધીરે પગપેસારો કરી રહ્યું છે. યુકેમાં કેસ સતત વધી રહ્યા છે અને ત્યાં લોકો રસી લેવા માટે લાંબી કતારોમાં ઉભા છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી ઉચ્ચારી છે કે, જો યોગ્ય સાવચેતી નહીં રાખવામાં આવે કે નિયંત્રણો નહીં લાદવામા આવે તો જાન્યુઆરી મહિનામાં બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટને લહેર આવી શકે છે.
જો કે, ઓમિક્રોન વેરિએન્ટની જે હાલની પરિસ્થિતિ છે તેને લઇને હજુ પણ અનિશ્વિતતા છે. સંશોધકો સરકારને સલાહ આપે છે કે, કંઇ નિશ્વિત નથી. સંશોધન કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટનું ભવિષ્ય શું છે તે સ્પષ્ટ કરતું નથી, પરંતુ તે કેટલાક સંભવિત પરિણામો પર પ્રકાશ પાડે છે.
સંશોધકોએ કહ્યું છે કે બૂસ્ટર ડોઝ લેવાથી ઓમિક્રોનની ઘાતક અસરો ઓછી થવાની શક્યતા છે. આ સંશોધન એવા સમયે આવ્યું છે જ્યારે બ્રિટનમાં શનિવારે 54,073 નવા કેસની પુષ્ટિ થઈ છે. આમાં 633 ઓમિક્રોન કેસનો સમાવેશ થાય છે, જો કે ઓમિક્રોન કેસની વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોવાનો અંદાજ છે.
નોંધનીય છે કે, બ્રિટનમાં હાલમાં દર અઢી દિવસે સંક્રમિત લોકોની સંખ્યા બમણી થઈ રહી છે. દેશમાં રસીકરણનું ઉચ્ચ સ્તર હોવા છતાં પણ આ વાયરસના મૂળ સ્વરૂપ કરતાં વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડૉ. ડેવિસે કહ્યું કે અમે જે જોઈ રહ્યા છીએ તેના આધારે અમે યુકેમાં ઓમિક્રોનની મોટી લહેરની અપેક્ષા છે.