Site icon Revoi.in

જેનો ડર હતો એ જ થયું, ઓમિક્રોન વેરિએન્ટનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ, કેસમાં બમણી ગતિએ વધારો

Social Share

નવી દિલ્હી: ઓમિક્રોન હવે વિશ્વભરમાં પોતાની ઝડપ બમણી કરી રહ્યો છે. વિશ્વના 89 દેશોમાં હવે ઓમિક્રોને પગપેસારો કર્યો છે. હવે તેનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઇ ચૂક્યુ છે. કમ્યુનિટી ટ્રાન્સમિશનને કારણે 1.5 થી 3 દિવસમાં કેસમાં બમણો વધારો થયો છે.

આ અંગે ચેતવણી આપતા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે, ઓમિક્રોન વેરિએન્ટ હવે કમ્યુનિટી ટ્રાન્સમિશન ધારણ કર્યું છે એટલે કે હવે સ્થાનિક સ્તરે ઓમિક્રોન સંક્રમણ શરૂ થયું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે, ડેલ્ટાની તુલનામાં ઓમિક્રોન ઘણો ઝડપથી ફેલાયો છે.

ઓમિક્રનનું સામુદાયિક સ્તરે સંક્રમણ શરૂ થયું છે. તેને કારણે કેસમાં બમણો વધારો થયો છે. અહીંયા ચિંતાજનક વાત એ છે કે જે દેશમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે ત્યાં પણ ઓમિક્રોન વેરિએન્ટ ઝડપી ગતિએ ફેલાઇ રહ્યો છે. જો કે તે રોગપ્રતિકારક શક્તિને પણ થાપ આપી શકે છે કે કેમ તે અંગે સ્પષ્ટતા નથી થઇ.

જો ઓમિક્રોન અને ડેલ્ટા સ્ટ્રેન  મળીને કોઈને સંક્રમિત કરે તો કોરોનાના નવો સુપર વેરિયન્ટ બની શકે છે. બ્રિટનમાં ડેલ્ટા અને ઓમિક્રોનની આઉટબ્રેક સ્પીડે સુપર વેરિયન્ટની આશંકા વધારી દીધી છે.