- ઓમિક્રોનનો સતત વધતો ફફડાટ
- હવે વિશ્વના 77 દેશોમાં ફેલાયો ઓમિક્રોન
- WHOએ પણ તેને લઇને ચિંતા વ્યક્ત કરી
નવી દિલ્હી: ઓમિક્રોન વેરિએન્ટની દહેશત સતત વધી રહી છે. હવે ઓમિક્રોન વેરિએન્ટ વિશ્વના લગભગ 77 દેશોમાં ફેલાઇ ચૂક્યો છે.
ઓમિક્રોન વેરિએન્ટ તેના પૂર્વવર્તી ડેલ્ટા વેરિએન્ટથી પણ વધુ સંક્રમણ ગણાવાઇ રહ્યું છે. અમેરિકાના જ 35 રાજ્યોમાં આ વેરિએન્ટે પગપેસારો કર્યો છે. આ દરમિયાન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ ચિંતા વ્યક્ત કરી છે કે, ઓમિક્રોનના વધતા મામલાને ધ્યાનમાં રાખી વિશ્વમાં મોતની સંખ્યામાં વધારો થઇ શકે છે.
એક અમેરિકન અધિકારીએ એવો ભય વ્યક્ત કર્યો છે કે ઓમિક્રોનના કારણે આગામી મહિના સુધીમાં નવી લહેર આવે તેવી સંભાવના છે. યુરોપીયન કમિશનની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું કે, મધ્ય જાન્યુઆરી સુધી યુરોપમાં ઓમિક્રોન વેરિએન્ટ વધુ અસરકારક બની શકે છે.
ચીનમાં પણ આ સપ્તાહે ઓમિક્રોન વેરિએન્ટે દસ્તક દીધી છે. WHOના અધિકારીઓ અનુસાર ઓમિક્રોનના કારણે ગત સપ્તાહમાં આફ્રિકામાં કોવિડના કેસમાં 83 ટકાનો વધારો જોવા મળ્યો છે. રિસર્ચ અનુસાર આ વેરિએન્ટ રોગપ્રતિકારક ક્ષમતાને પણ છેતરવામાં સક્ષમ છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ પણ તેને લઇને એક અભ્યાસ હાથ ધર્યો હતો. તે અનુસાર વેક્સિનના બે ડોઝ પણ ઓમિક્રોનની વિરુદ્વ પર્યાપ્ત નથી. સ્ટડીમાં ત્રીજા અને બૂસ્ટર ડોઝની વકીલાત કરી છે.