Site icon Revoi.in

વેક્સિન લઇને ચૂકેલા અને સંક્રમિત થઇ ચૂકેલાને ઓમિક્રોન સંક્રમિત કરી શકે છે: WHO

Social Share

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાથી આવેલો કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આશંકા વ્યક્ત કરી છે.

ઓમિક્રોન વેરિએન્ટ વિશે વાત કરતા સંગઠને કહ્યું કે, પ્રારંભિક ડેટાથી માલુમ પડે છે કે, ઓમિક્રોન પહેલા વાયરસથી સંક્રમિત થઇ ચૂકેલા અથવા રસી લઇને ચૂકેલા વ્યક્તિને કદાચ સરળતાપૂર્વક પોતાનો શિકાર બનાવી શકે છે. જો કે નવા વેરિએન્ટથી સંક્રમિત થયેલા દર્દોમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. હાલ ઓમિક્રોનને લઇને વધુ અભ્યાસની આવશ્યકતા છે.

WHOના પ્રમુખ ટેડ્રોસ એધેનોમ ઘેબ્રિયસિસે કહ્યું કે, દક્ષિણ આફ્રિકાથી આવેલા ડેટા પરથી માલુમ પડે છે કે, ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત થવાનું જોખમ વધારે છે. કેટલાક પુરાવાથી એ સ્પષ્ટ થાય છે કે, ડેલ્ટાની તુલનાએ ઓમિક્રોન હળવી બિમારીનું કારણ બનેલો છે. તેમણે દેશોને ઓમિક્રોનના વ્યવહારને સમજવા માટે ઓબ્જર્વેશન વધારવાની અપીલ કરી છે.

ટેડ્રોસે ચેતવણી આપી છે કે, કોઇપણ પ્રકારની બેદરકારી ભારે પડી શકે છે. WHOના ઇમરજન્સી ડાયરેક્ટર અનુસાર, અત્યાર સુધીના ડેટા જણાવે છે કે, વેરિએન્ટ ફેલાઇ રહ્યો છે અને કદાચ આ ડેલ્ટા વેરિએન્ટથી વધારે તેજીથી ફેલાઇ રહ્યો છે. જો કે તેમણે કહ્યું કે, તેનો અર્થ એ નથી કે તેને રોકી ના શકાય. તેની ચેન તોડવા માટે પોતાને અને બીજાને સુરક્ષિત કરવા વધારે બે ગણા પ્રયાસો કરવા પડશે.