અફીણની ખેતીથી તાલિબાની શાસન પોતાની તિજોરી ભરી રહ્યું છે, ભારત માટે પણ છે મોટો પડકાર
- અફઘાનિસ્તાનમાં મોટા પાયે થઇ રહ્યું છે અફીણનું ઉત્પાદન
- ત્યાંથી મોટા ભાગના દેશોને માદક પદાર્થોની સપ્લાય કરાય છે
- અફણીની ખેતીથી તાલિબાની શાસન તિજોરી ભરી રહ્યું છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. અહીંયા મજબૂત બની રહેલા આતંકી સંગઠનો સહિત અફીણ ખેતી પણ સૌથી મોટો પડકાર બની રહી છે. કારણ કે તે વિશ્વમાં સૌથી વધુ અફીણની ખેતી અફઘાનિસ્તાનમાં કરવામાં આવે છે. અહીંથી વિશ્વભરના દેશોમાં માદક પદાર્થોની સપ્લાય કરવામાં આવે છે. જો કે અફઘાન પર કબ્જો કરી ચૂકેલા તાલિબાની શાસકો દાવો કરી રહ્યા છે કે, તેમણે અફીણના વેપાર પર પ્રતિબંધ લાદ્યો છે. તેમ છતાં અહીં બહુ મોટા પ્રમાણમાં અફીણની ખેતી થઇ રહી હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, અફઘાનિસ્તાનના માર્કેટમાંથી અફીણની ખરીદી અન દાણચોરી મોટા પ્રમાણમાં થતી આવી છે. અફઘાનના દક્ષિણ ભાગમાં અફીણની સૌથી વધુ ખેતી કરવામાં આવે છે, જે પાડોશી દેશો સહિત વિશ્વભરના દેશોમાં મોકલવામાં આવે છે. એવામાં ભારત માટે પણ આ એક મોટો પડકાર છે.
હાલમાં જ ગુજરાતના પોર્ટ પરથી 21 હજાર કરોડ રુપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે. જે સંકેત છે કે ભારત સહિત અફઘાનના પાડોશી દેશોમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ મોકલવામાં આવી રહ્યું છે.
આ મુદ્દાને લઇને એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, અફઘાનિસ્તાન પર કબજો જમાવી ચૂકેલુ તાલિબાન અહીં પેદા થતાં અફીણના જોરે તિજોરી ભરી રહ્યું છે. તાલિબાનના કબજા લીધા પછી અફઘાનને મળતી આર્થિક સહાય પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બંધ કરી ચૂકી છે. એવામાં તાલિબાની શાસકો પણ અહીં પેદા થતાં અફીણ પર આવક વધારી રહ્યા છે. જેની સીધી અસર પાડોશી દેશો સહિત દુનિયાના અનેક દેશો પર જોવા મળી રહી છે.