Site icon Revoi.in

બ્રિટન ભારતને મોકલી રહ્યું છે ‘ઓક્સિજન ફેક્ટરી’, માત્ર 1 મિનિટમાં 500 લીટર ઓક્સિજન બનાવશે

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે આ સંકટના સમયમાં ભારતની વ્હારે અનેક દેશો આવ્યા છે જેમાં બ્રિટન પણ સામેલ છે. બ્રિટન ભારતને ઓક્સિજન સહિતના અનેક મેડિકલ સાધનો મોકલશો. જેમાં ઓક્સિજન ફેક્ટરી પણ સામેલ છે. આ ઓક્સિજન ફેક્ટરી પ્રતિ મિનિટ ઉચ્ચ સ્તર પર ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે સક્ષમ છે. આ ફેક્ટરી દર એક મિનિટે 500 લીટર ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે સક્ષમ છે. જે એક વારમાં 50 લોકોના ઉપયોગ માટે પૂરતું છે.

ભારતની હોસ્પિટલોમાં ઓક્સિજનની વ્યાપક માંગને પહોંચી વળવા માટે આ ઓક્સિજન ફેક્ટરી ચોક્કસપણે મદદરૂપ સાબિત થશે. બ્રિટનના આરોગ્ય મંત્રી મેટ હૈનકોકનાના સંવાદદાતાએ કહ્યું કે, આપણે બધા ભારતમાં શું થઇ રહ્યું છે તેની તસવીરો જોઇએ છીએ. જેણે પણ આ તસવીરો જોઇ છે તેને દુ:ખ પહોંચ્યું છે. હાલમાં મહામારી ખતમ નહીં થાય અને આપણે સતર્ક રહેવાની આવશ્યકતા છે.

ભારતમાં કોરોનાની સ્થિતિને લઇને બ્રિટનના પીએમ બોરિસ જોનસનના પ્રવક્તા ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું કે, અમારા તરફથી ભારતને 495 ઓક્સિજન કન્સેન્ટ્રેટર્સ, 120 નોન ઇનવેજિવ વેન્ટિલેટર્સ અને 20 મેન્યુઅલ વેન્ટિલેટર્સની સપ્લાય કરવામાં આવી રહી છે.

(સંકેત)