Site icon Revoi.in

પાકિસ્તાનની સાન આવી ઠેકાણે, હવે ઇસ્લામાબાદમાં બનશે પ્રથમ હિંદુ મંદિર

Social Share

નવી દિલ્હી: આતંકીઓને શરણ આપતા પાકિસ્તાનમાં અનેક વર્ષોથી હિંદુ સહિતના લઘુમતીઓ પર અત્યાચાર અને દમનના અનેક કિસ્સાઓ સામે આવે છે અને વારંવાર ત્યાં હિંદુ મંદિરને ખંડિત કરવાની ઘટનાઓ પણ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે હવે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પ્રથમ હિંદુ મંદિરનું નિર્માણ થવા જઇ રહ્યું છે. અનેક ટીકાઓ બાદ હવે ઇમરાન સરકારે મંદિર માટે જમીન ફાળવણી કરી છે.

એક રિપોર્ટ અનુસાર ઇસ્લામાબાદમાં એચ-9/2માં જમીન પ્રથમ હિંદુ મંદિર, સ્મશાન અને સામુદાયિક કેન્દ્રના નિર્માણ માટે ફાળવવામાં આવી હતી. ત્યારબાદ લઘુમતીઓ વિરોધી તબક્કાને કારણે આ મામલો વિલંબિત રહ્યો હતો. આપને જણાવી દઇએ કે CDAના વકીલ જાવેદ ઇકબાલે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં એક સુનાવણી દરમિયાન જણાવ્યું કે, નાગરિક એજન્સી દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં હિંદુ મંદિર માટે અપાયેલી જમીનની ફાળવણી રદ કરાઇ હતી.

અગાઉ CDA સરકારના આદેશનું પાલન કરતું હતું. જેમાં વિભિન્ન કાર્યાલયો, યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓને ફાળવવામાં આવેલી એવી જમીનની ફાળવણી રદ કરવાનું કહેવાયું હતું, જેના પર કોઇ નિર્માણ કાર્ય શરૂ કરાયું નથી. જો કે એધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે, એજન્સીએ આદેશની ખોટી વ્યાખ્યા કરી. હવે બધુ સ્પષ્ટ થઇ જશે.

મહત્વનું છે કે, ગત વર્ષે જુલાઇ માસ દરમિયાન કટ્ટરપંથી ઇસ્લામી સમૂહોએ સરકારી ધનથી હિંદુ મંદિરના નિર્માણને લઇને ખૂબ સરકારની ટીકા કરી હતી. ત્યારબાદ CDAએ હિંદુ સમુદાયને ભૂખંડની ચારેબાજુ દીવાલો બનાવતા રોક્યા હતા. જો કે ડિસેમ્બરમાં પ્રશાસન તરફથી મંદિરની ચારેબાજુ દીવાલો બનાવવાની મંજૂરી આપી દીધી હતી.