- બલૂચ વિદ્રોહીઓથી ચીન ફફડી ઉઠ્યું
- હવે CPECના મુખ્ય કેન્દ્ર તરીકે ગ્વાદરને પડતું મૂકાયું
- હવે તેને જગ્યાએ આ માટે કરાચીનો વિકાસ કરાશે
નવી દિલ્હી: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બલૂચ વિદ્રોહીઓ સતત હુમલો કરી રહ્યા છે. આ કારણોસર હવે ચીન ફફડી ઉઠ્યું છે. જેની એવી અસર થઇ છે કે અંતે ચીને અને પાકિસ્તાને ગ્વાદર પોર્ટને ચીન અને પાકિસ્તાન આર્થિક કોરિડોરનું યોજનાનું કેન્દ્ર બનાવવાની યોજનાને માંડી વાળી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર હવે આ યોજનાના મુખ્ય કેન્દ્ર તરીકે કરાચીનો વિકાસ કરાશે. જે પાકિસ્તાનની આર્થિક ગતિવિધિઓનું મુખ્ય કેન્દ્ર ગણાય છે.
ચીન હવે આ પરિયોજના માટે સાડા ત્રણ અબજ ડૉલરનો ખર્ચ કરશે. કરાચીને CPECના મુખ્ય કેન્દ્ર તરીકે વિકસિત કરવાની યોજનાના ભાગરૂપે કરાચી પોર્ટનું વિસ્તરણ કરાશે. માછલી પકડવા માટે પણ એક બીજુ પોર્ટ બનાવાશે અને 640 હેક્ટર વિસ્તારમાં વ્યાપારિક ઝોનની સ્થાપના કરવામાં આવશે. કરાચી પોર્ટને અન્ય એક ટાપુ સાથે જોડતો પુલનું પણ નિર્માણ કરાશે.
દરમિયાન ઈમરાનખાને કરાચીને CPEC નુ મુખ્ય કેન્દ્ર બનાવવાના નિર્ણયને ગેમ ચેન્જર ગણાવીને કહ્યુ છે કે, તેનાથી માછીમારોને મદદ મળશે તેમજ ઓછી આવક વાળા લોકો માટે 20000 નવા મકાનો પણ બનવાના છે.રોકાણકારોને પણ નવી તકો મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય કેન્દ્ર તરીકે ગ્વાદર પોર્ટને પડતુ મુકવા પાછળનું મુખ્ય કારણ છે કે, ગ્વાદર પોર્ટ ચીન માટે હવે જોખમી બની ગયું છે. અહીંયા ખાસ કરીને બલૂચ વિદ્રોહીઓ ચીનના નાગરિકો પર હુમલો કરી રહ્યાં છે.