Site icon Revoi.in

દેવાના ડુંગરમાં દબાયું પાકિસ્તાન, દરેક પાકિસ્તાની પર 2.35 લાખ રૂપિયાનું દેવુ

Social Share

નવી દિલ્હી: આતંકવાદીઓના આશ્રયદાતા એવા પાકિસ્તાનની હાલત સતત કફોડી બની રહી છે. દેવાના ડુંગર હેઠળ પાકિસ્તાન સતત દબાઇ રહ્યું છે અને હવે એવું ફસાયું છે કે તેના માટે બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.

પાકિસ્તાન આર્થિક કંગાળ થઇ ચૂક્યું છે. ખુદ પાકના પીએમ ઇમરાન ખાને પણ કબૂલાત કરી છે કે, સરકાર પાસે હવે દેશ ચલાવવા માટે પણ પૈસા નથી. પાકિસ્તાન સરકારે દેવાના તાજેતરના આંકડા જાહેર કર્યા છે અને તે પ્રમાણે પાકિસ્તાનનું કુલ દેવું 50 લાખ કરોડ રૂપિયાને પાર થઇ ચૂક્યું છે. જેમાંથી 20 લાખ કરોડ રૂપિયાની તો સરકારે લોન લીધી છે.

પાકિસ્તાનના દેવામાં છેલ્લા 39 મહિનામાં જ 20 લાખ કરોડ રુપિયાનો વધારો થયો છે. દરેક પાકિસ્તાની પર હવે 2.35 લાખ રુપિયા દેવુ છે. 2018માં આ રકમ 1.44 લાખ રુપિયા હતી.પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર પણ અગાઉની સરકારોની જેમ લોન પર જ આધાર રાખીને દેશ ચલાવી રહી છે.

નિષ્ણાતો અનુસાર, પાકિસ્તાનની માથે એટલુ હદ બહારનું દેવુ છે કે, જો આખો દેશ વેચી દેવામાં આવે તો પણ દેવાની રકમ ભરપાઇ થઇ શકે તેવી હાલત નથી.

મહત્વનું છે કે, ઇમરાન ખાન સરકારે ફેબ્રુઆરી 2019માં દેવુ ઘટાડીને 20 લાખ કરોડ કરવા માટે જાહેરાત કરી હતી પરંતુ ઉલટાનું થયું એવું કે દેવાની રકમમાં વધારો થતો રહ્યો અને આજે પાકિસ્તાનની હાલત ખસ્તાહાલ છે.