Site icon Revoi.in

ગ્વાદરમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમા બોમ્બ વિસ્ફોટથી તોડી પડાઇ, આ ગ્રુપે સ્વીકારી જવાબદારી

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાનમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમા બોમ્બ ધડાકો કરીને તોડી નાખવામાં આવી હતી. પાકિસ્તાનમાં પ્રતિબંધિત બલોચ લિબરેશન ફ્રન્ટે, આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ગ્વાદર શહેરમાં આવેલી પ્રતિમા તોડવામાં આવી છે. આ શહેર પાકિસ્તાન તેમજ ચીન માટે મહત્વનું છે. જીન્નાની પ્રતિમા આ વર્ષની શરૂઆતમાં મરીન ડ્રાઇવ પર સ્થાપિત કરવામાં આવી હતી.

મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમાની નીચે વિસ્ફોટક ઉપકરણ મૂકીને ઉડાવી દેવામાં આવી હતી તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

વિસ્ફોટ દરમિયાન પ્રતિમા સંપૂર્ણપણે નાશ પામી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરના રેડિયો સમાચાર પ્રસારીત કરતી સંસ્થાના ઉર્દૂમાં પ્રસારીત થયેલા સમાચાર અનુસાર, પ્રતિબંધિત સંગઠન બલોચ રિપબ્લિકન આર્મીના પ્રવક્તા બબગર બ્લોચે ટ્વિટર પર વિસ્ફોટની જવાબદારી સ્વીકારી છે.

વિસ્ફોટકો લગાવીને જેમણે મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમાને તોડી નાખી હતી તેઓ પ્રવાસીઓ તરીકે આ વિસ્તારમાં પ્રવેશ્યા હતા. તેમના કહેવા મુજબ, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી, પરંતુ તપાસ એક -બે દિવસમાં પૂરી થઈ જશે. તેમણે કહ્યું કે, અમે તમામ એંગલથી તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં ગુનેગારોને પકડી લેવામાં આવશે.