- પાકિસ્તાનનો ફરીથી અટકચાળો
- જુનાગઢને દર્શાવતા નક્શાને લઇને ફતવો જાહેર કર્યો
- રોજ રાત્રે આ નક્શો ચેનલ્સ પર દેખાડે છે
નવી દિલ્હી: પાકિસ્તાનની નાપાક હરકતોમાંથી ઉંચુ જ નથી આવતું. કોઇને કોઇ રીતે અટકાચાળો કરીને ભારત સાથેની દુશ્મનાવટને વધુ પ્રેરિત કરે છે. હવે ફરીથી પાકિસ્તાને જૂનાગઢનો એક નક્શો રજૂ કર્યો છે.
પાકિસ્તાનની ઇમરાન સરકારની ફરી એક અવળચંડાઇ સામે આવી છે. આ વખતે ફરી વિવાદિત નક્શાને લઇને વિવાદ ઊભો થયો છે. જેમાં પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ્સને વિવાદિત નક્શો બતાવવાની જાહેરાત કરાઇ છે.
પાકિસ્તાન સરકારે સિરક્રીક-જૂનાગઢને પોતાના નક્શામાં બતાવવાનો વિવાદિત ફતવો જાહેર કર્યો છે. જે અનુસાર પાકિસ્તાનની ન્યૂઝ ચેનલો રોજ રાત્રે 9 વાગ્યે 2 સેકન્ડ માટે વિવાદિત નક્શો બતાવશે. જો કે પાકિસ્તાનના આ વિવાદીત ફતવાને લઇને તેમની જ મીડિયા સંસ્થા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનના આ પ્રકારના વિવાદીત નક્શાને લઇને ફતવાને પાકિસ્તાનના લોકો જ ગંભીરતાપૂર્વક નથી લઇ રહ્યા. લોકો પાકિસ્તાનના આ આદેશને સર્કસ કહી રહ્યાં છે. પાકિસ્તાન હજુ પણ જૂનાગઢને પોતાના નક્શામાં ગણાવી રહ્યું છે.