- આંતરરાષ્ટ્રીય કોર્ટના દબાણ સામે ઝૂક્યું પાકિસ્તાન
- કુલભૂષણ જાધવને આપી આ રાહત
- હવે તે ઉપલી કોર્ટમાં તેની સજા સામે અપીલ કરી શકશે
નવી દિલ્હી: પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મોટી રાહત મળી છે. આંતરરાષ્ટ્રીય કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને કુલભૂષણ જાધવને અપીલ કરવાનો અધિકાર આપવા માટે પાકિસ્તાનની સંસદની સંયુક્ત બેઠકમાં એક બિલ પાસ કરવામાં આવ્યું છે. હવે, કુલભૂષણ જાધવ ઉપલી કોર્ટમાં પોતાની સજા સામે અપીલ કરી શકશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાકિસ્તાનની સંસદની નીચલા ગૃહે કુલભૂષણ જાધવને ઉપલી કોર્ટમાં અપીલ કરવાની મંજૂરી આપતા બિલને પોતાની સ્વીકૃતિ આપી દીધી હતી. આર્મી કોર્ટે કુલભૂષણને મોતની સજા કરી છે અને તેની સામે અપીલ કરવાનો તેમની પાસે અધિકાર ન હતો. તેના પર આંતરરાષ્ટ્રીય કોર્ટે પાકિસ્તાનને ફટકાર લગાવી હતી.
મહત્વનું છે કે, પાકિસ્તાન સરકારનો આરોપ છે કે, કુલભૂષણ જાધવ ભારતીય નેવીના પૂર્વ સૈનિક છે અને પાકિસ્તાનમાં ઘણી ખતરનાક ગતિવિધિઓમાં સામેલ હતા. તેમની 3 માર્ચ, 2016એ ધરપકડ કરાઈ હતી. તેના પર ભારત સરકારનું કહેવું છે કે, કુલભૂષણ જાધવ નેવીના પૂર્વ સૈનિક છે, જે રિટાયર્મેન્ટ લઈ ચૂક્યા છે. હવે એક વેપારી તરીકે ઈરાન ગયા હતા, જ્યાંથી પાકિસ્તાને તેમનું અપહરણ કરી લીધું.