- પાકિસ્તાન પણ હવે તાલિબાનના માર્ગે
- પાક.માં શરિયા મુજબ શિક્ષણ પદ્વતિ લાગુ કરાશે
- આ માટે રહમતુલ લીલ આલમીન સંસ્થાની સ્થાપના કરાઇ
નવી દિલ્હી: પાકિસ્તાન હંમેશા તાલિબાનને મદદ કરતું આવ્યું છે. અફઘાનિસ્તાનના પહેલાના નેતાઓએ પણ આવો જ આરોપ લગાવ્યો હતો. હવે આ વાત સાચી સાબિત થઇ રહી છે. તાલિબાનની જેમ હવે પાકિસ્તાન પણ શરિયા પ્રમાણે શિક્ષણ પદ્વતિ લાગુ પાડશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પાક.માં રહમતુલ લીલ આલમીન ઑથોરિટી નામની સંગઠનની સ્થાપના કરી છે. આ સંગઠન ઇસ્લામની યોગ્ય ઇમેજ દર્શાવવા માટે બન્યું હોવાનું ઇમરાન ખાને કહ્યું હતું.
ઈમરાન ખાને નવા સંગઠનને પાકિસ્તાનમાં શરિયા પ્રમાણે શિક્ષણ પદ્ધતિ લાગુ કરવાનું કામ સોંપ્યું છે. તાલિબાની શાસનમાં જે રીતે મહિલાઓ સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે અને શિક્ષણમાં ભેદભાવ થઈ રહ્યો છે એવી જ સિસ્ટમ પાકિસ્તાનમાં લાગુ કરવાની પેરવી ઈમરાન ખાને કરી છે.
ઇમરાન ખાને ઉમેર્યું હતું કે, નૈતિક મૂલ્યો જળવાય તે આવશ્યક છે. કોઇપણ દેશ નૈતિક મૂલ્યોના ભોગે વિકાસ કરી શકતો નથી. શરિયા પ્રમાણે શિક્ષણ પદ્વતિ લાગુ કરવાથી દેશમાં મૂલ્યોનું અને ધર્મનું જતન થશે.
પશ્વિમી સંસ્કૃતિથી પાકિસ્તાનને અને ઈસ્લામને કેટલું નુકસાન થશે તેનું આકલન પણ આ સંસ્થા કરશે એવું ઈમરાને કહ્યું હતું. પાક. પીએમ ઈમરાને આ સંબોધનમાં કટ્ટરવાદીઓને ખુશ કરવાની કોશિશ કરી હતી.