Site icon Revoi.in

ચીનની આ હરકતો પર પેંટાગને આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: ચાલબાઝ ચીનની કેટલીક હરકતોને લઇને અમેરિકી રક્ષા વિભાગના મુખ્યાલય પેંટાગોને નિવેદન આપ્યું છે. પેંટાગોન અનુસાર દક્ષિણ એશિયામાં ચીન એવી હરકતો કરી રહ્યું છે જેના કારણે પાડોશી દેશ પર રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક હિતનું જોખમ ઉપસ્થિત થાય.

આ અંગે પેંટાગનના મીડિયા સચિવ જૉન કિર્બીનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે, ચીનની હરકત હિંદ-પ્રશાંત વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા માટે અનુકૂળ નથી. ચીન સતત એવી ચાલ રમી રહ્યું છે જેને કારણે પાડોશી દેશને રાષ્ટ્રીય સુરક્ષાનું જોખમ પેદા થઇ રહ્યું છે.

કિર્બીએ કહ્યુ કે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં હાજર સુરક્ષા પડકારો સામે લડવા માટે બાઈડન વહીવટીતંત્રને પોતાના ગઠબંધન અને ભાગીદારીને વધુ મજબૂત કર્યા છે. એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યુ છે કે કોઈ પણ પડકાર સામે લડવા માટે અમારી પાસે પર્યાપ્ત રક્ષાત્મક ક્ષમતાઓ છે. તેથી અમે સતત મહેનત કરી રહ્યા છીએ.

ભારત-ચીન સીમા વિવાદ પર જોન કિર્બીએ અમેરિકાની સતર્કતા જણાવતા કહ્યું હતું કે, ભારત-ચીન વચ્ચે સીમા વિવાદને લઇને અમેરિકા સાવધ છે. અમેરિકી વહીવટીતંત્ર LAC પર થઇ રહેલી હિલચાલ પર નજર બનાવેલા છે.