Site icon Revoi.in

જાપાનના નવા વડાપ્રધાન ફુમિયો કિશિદાને પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન, કહ્યું – સાથે કામ કરવા માટે ઉત્સુક

Social Share

નવી દિલ્હી: સોમવારે જાપાનના નવા પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાને પદ ગ્રહણ કરવા બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ આ ક્ષેત્રમાં વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે તેમની સાથે કામ કરવા ઉત્સુક છે. હકીકતમાં, જાપાનની સંસદે સોમવારે પૂર્વ વિદેશ મંત્રી ફુમિયો કિશિદાને દેશના નવા વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હતા.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, જાપાનના નવા વડાપ્રદાન ફુમિયો કિશિદાને અભિનંદન અને શુભેચ્છાઓ. હું ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી અને આપણા પ્રદેશમાં શાંતિ અને સમૃદ્વિને આગળ વધારવા માટે તેમની સાથે કામ કરવા આતુર છું. જાપાન ભારતના સૌથી વિશ્વસનીય મિત્રોમાંનું એક છે.

શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP) એ 64 વર્ષીય કિશિદાને નવા નેતા તરીકે ચૂંટ્યા બાદ સાંસદોની મંજૂરી મળી છે. સપ્ટેમ્બરમાં વર્તમાન વડા પ્રધાન યોશીહિદે સુગાએ એલડીપીના વડા બનવા માટે ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. આનો સીધો અર્થ એ હતો કે તેઓ સરકારના વડા તરીકે રાજીનામું આપશે. તે જ સમયે, મીડિયા અહેવાલો અનુસાર, તોશિમિત્સુ મોટેગી વિદેશ મંત્રી તરીકે રહેવા જઈ રહ્યા છે. બીજી બાજુ, હિરોકાઝુ મત્સુનો મુખ્ય કેબિનેટ સચિવ રહેશે.

મહત્વનું છે કે, કિશિદા જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે સહકાર અને એશિયા અને યુરોપના અન્ય સમાન વિચાર ધરાવતા દેશો સાથે ભાગીદારીને ટેકો આપે છે. જેનો એક હેતુ ચીન અને પરમાણુ સશસ્ત્ર ઉત્તર કોરિયાનો સામનો કરવાનો છે.