1. Home
  2. ગુજરાતી
  3. PM મોદી 2 વર્ષ બાદ અમેરિકાના પ્રવાસે, ક્વાડ દેશોના સંમેલનમાં પણ હાજરી આપશે
PM મોદી 2 વર્ષ બાદ અમેરિકાના પ્રવાસે, ક્વાડ દેશોના સંમેલનમાં પણ હાજરી આપશે

PM મોદી 2 વર્ષ બાદ અમેરિકાના પ્રવાસે, ક્વાડ દેશોના સંમેલનમાં પણ હાજરી આપશે

0
Social Share
  • 2 વર્ષ બાદ પીએમ મોદી અમેરિકાની મુલાકાત
  • પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડન સાથે કરશે મુલાકાત
  • તે ઉપરાંત 24 સપ્ટેમ્બરે ક્વાડ દેશોના સંમેલનમાં હાજરી આપશે

નવી દિલ્હી: 2 વર્ષ બાદ પીએમ મોદી ફરી એક વખત અમેરિકાના પ્રવાસ પર જઇ રહ્યા છે. USની મુલાકાત દરમિયાન તેઓ અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે વોશિંગ્ટન ડિસીમાં પ્રથમ મુલાકાત કરશે. પીએમ મોદીનો કાર્યક્રમ 22 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે અને તેઓ 23 સપ્ટેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિને મળશે.

પીએમ મોદી અને જો બાઇડેન વચ્ચેની બેઠકમાં અફઘાનિસ્તાન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. તે ઉપરાંત 23 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી, રાષ્ટ્રપતિ બાઇડન અને ઓસ્ટ્રેલિયાના PMની ઉપસ્થિતિમાં ક્વાડ સંમેલન પણ યોજાશે. ઉપરાંત તેઓ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધિત કરશે.

મોદીની અમેરિકા મુલાકાતને લઇને ભારત અને અમેરિકા વચ્ચે અનેક બેઠકો યોજાઇ છે. તાજેતરમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાની વોશિંગ્ટન મુલાકાત દરમિયાન પણ આ મુદ્દો ઉઠાવાયો હતો. US ક્વાડ નેતાઓનું વ્યક્તિગત શિખર સંમેલન બોલાવવાનું વિચારી રહ્યું છે. જેથી ઇન્ડો-પેસિફિકમાં વ્યવહારુ સહયોગને વધુ પ્રોત્સાહન મળે.

અગાઉ વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, ક્વાડના વિસ્તૃત એજન્ડા દેશની સમૃદ્વિને પ્રોત્સાહન આપવા તેમજ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્વિત કરવાના હેતુની પુષ્ટિ કરે છે અને તેના સભ્યો વચ્ચે સંબંધોના માળખાકીય પાસાઓને પ્રોત્સાહન આપવામાં મદદ કરી છે.

તમને જણાવી દઈએ કે,ક્વાડ ગ્રુપમાં અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો (Australia)સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code