Site icon Revoi.in

ફિઝિક્સ કેટેગરી માટે સ્યૂકુરો માનેબે, ક્લાઉસ હાસેલમેન અને જિયોર્જિયો પારિસિને નોબેલ પુરસ્કાર

Social Share

નવી દિલ્હી: ફિઝિક્સ માટેના વર્ષ 2021ના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. રોયલ એકેડમી ઑફ સાયન્સે સ્યૂકુરો માનેબે, ક્લાઉસ હાસેલમેન અને જિયોર્જિયો પારિસિને ફિઝિક્સમાં 2021ના નોબેલ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. 3 લોકોને આ પુરસ્કાર જટિલ ફિઝિક્સ સિસ્ટમને આપણી સમજમાં અભૂતપૂર્વ યોગદાન માટે આપવામાં આવ્યો છે.

અગાઉ મેડેસિન ક્ષેત્રે નોબેલ પુરસ્કારની જાહેરાત કરાઇ હતી. ફિઝિક્સમાં નોબેલ એવોર્ડની જાહેરાત સ્વીડનની રાજધાની સ્ટોકહોમ સ્થિત રોયલ સ્વીડિશ એકેડમી ઑફ સાયન્સ દ્વારા કરાઇ હતી.

અત્યાર સુધી ફિઝિક્સના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે 216 લોકોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમાં 4 મહિલાઓ પણ સામેલ છે. ત્યારે 2020માં ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર સંયુક્ત રીતે રોજર પેનરોજ (Roger Penrose), રેનહાર્ડ જેનજેલ (Reinhard Genzel)અને એન્ડ્રિયા ગેજ (Andrea Ghez)ને આપવામાં આવ્યો હતો.

નોબેલ અસેમ્બલી મુજબ ફિઝિક્સ એવોર્ડનું એ ક્ષેત્ર હતું, જેનો ઉલ્લેખ અલ્ફ્રેડ નોબેલે (Alfred Nobel) 1895માં પોતાની વસીયતમાં પ્રથમવાર કર્યો હતો. તેમને કહ્યું કે 19મી સદીના અંતમાં ઘણા લોકો ફિઝિક્સને વિજ્ઞાનમાં સૌથી આગળ માનતા હતા અને અલ્ફ્રેડ નોબેલે પણ તેને આ રીતે જોયું. તેમની પોતાની રિસર્ચ પણ ફિઝિક્સ સાથે જોડાયેલી છે.

નોંધનીય છે કે, આ પુરસ્કારને મેળવનાર વ્યક્તિને 1 ગોલ્ડ મેડલની સાથે 1.14 મિલિયન ડોલર રોકડા આપવામાં આવે છે. પુરસ્કારની રકમને અલ્ફ્રેડ નોબલની વસીયતમાંથી આપવામાં આવે છે.

મહત્વનું છે કે, આગામી થોડા દિવસોમાં કેમેસ્ટ્રી, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે. સોમવારે નોબેલ એસેમ્બલીએ ડેવિડ જૂલિયસ અને અર્દેમ પટાપાઉટિયનને વર્ષ 2021 માટે મેડિસિનમાં નોબેલ પુરસ્કારની સન્માનિત કર્યા.

ફિઝિયોલોજી અથવા મેડિસિન નોબલ પુરસ્કાર બંને લોકોને સંયુક્ત રીતે આપવામાં આવ્યા. બુધવારે કેમેસ્ટ્રીના નોબલ પુરસ્કાર વિજેતાઓના નામની જાહેરાત કરવામાં આાવશે.