- અમેરિકાએ આપી ચેતવણી
- ગમે ત્યારે રશિયા યુક્રેન પર કરી શકે છે હુમલો
- રશિયા-યુક્રેન વચ્ચે તણાવ ચરમસીમાએ
નવી દિલ્હી: એક તરફ દેશમાં કોવિડની મહામારીના પ્રસારે ફરીથી વિશ્વ ચિંતિત બન્યું છે અને આ વચ્ચે હવે અમેરિકાએ એક ગંભીર ચેતવણી પણ આપી છે. વ્હાઇટ હાઉસ અનુસાર રશિયા ગમે ત્યારે યુક્રેન પર હુમલો કરી દેશે.
યુક્રેન અને રશિયા વચ્ચેની વધતી તકરારને લઇને વ્હાઇટ હાઉસ દ્વારા આધિકારિક નિવેદન આપવામાં આવ્યું છે કે, યુક્રેન અને રશિયા વચ્ચે વિવાદ ખૂબ જ તણાવપૂર્ણ સ્થિતિમાં છે અને રશિયા ગમે ત્યારે તેના પર હુમલો કરી શકે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડનના ટોપ ડિપ્લોમેટે નિવેદન આપ્યું છે કે, મોસ્કો યુક્રેન પર હુમલો કરવા માટે તૈયારી કરી રહ્યું છે અને અમેરિકા સહિતના દેશો આ મુદ્દે ચિંતિત છે.
થોડાક સમય પહેલા જ રશિયાએ યુક્રેનમાં રાજધાની કીવમાંથી પોતાની એમ્બેસી ખાલી કરાવી છે. રશિયા જંગમાં પોતાના લોકોને કોઇપણ રીતે ખતરામાં નાંખવા માંગતુ નથી. બીજી તરફ રશિયા અને નાટો દેશ વચ્ચે પણ છેલ્લા કેટલાક સમયથી તણાવ વધી રહ્યો છે.
કેનેડા પણ તણાવપૂર્ણ સ્થિતિમાં યુક્રેનને સમર્થન આપી રહ્યું છે અને હવે યુક્રેનની મદદ માટે પોતાના સૈનિકો મોકલી દીધા છે અને બ્રિટને ઘણી બધી મિસાઇલો પણ યુક્રેનને આપી હોવાના સમાચાર છે.
યુક્રેને આજીજી કરી છે કે રશિયન સેના બેલારુસથી યુક્રેન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે તેથી તેઓની મદદ કરવામાં આવે.