નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રક્રિયા માટે રોડમેપ બનાવવામાં હવે અન્ય પાંચ દેશોની સાથે ભારત પણ મહત્વની ભૂમિકા ભજવશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અફઘાનિસ્તાનમાં હવે શાંતિ પ્રક્રિયા માટે વાટાઘાટો કરવા અને સંવાદ સાધવા માટે ભારત પણ એક મહત્વની જવાબદારી નિભાવશે. 6 મહિના સુધી ચાલેલી બેકડોર ડિપ્લોમસીમાં અત્યારસુધીમાં આ પ્રક્રિયામાં રશિયા, ઇરાન, ચીન, પાકિસ્તાનની સાથોસાથ હવે ભારત પણ સામેલ થવા જઇ રહ્યું છે.
એક માહિતી પ્રમાણે રશિયાએ જે યોજના જાહેર કરી હતી તેમાં ભારત સમાવિષ્ટ નહોતું, પરંતુ હવે નવી જે યોજના અમેરિકા દ્વારા જાહેર કરવામાં આવી છે, તેમાં ભારતને પણ સભ્ય તરીકે સ્થાન મળ્યું છે. ભારતની ચિંતા હતી કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપરી પછી ફરીથી આ પ્રદેશમાં આતંકી સંગઠનો માથું ઊંચકી શકે છે. જેથી કરીને આ વિસ્તારમાં અસ્થિરતા વધી શકે છે.
મહત્વનું છે કે આ વિસ્તારમાં તાલિબાનને મજબૂત કરવામાં પાકિસ્તાનનો હાથ રહ્યો છે, અને જો તે અહીં ફરીથી પ્રભુત્વ જમાવવા લાગે છે તો ફરીથી પાકિસ્તાનની પકડ મજબૂત થઇ જશે, જેના પછી આ સીમા સાથે લાગેલા કાશ્મીર અને અન્ય સરહદી ભારતીય પ્રદેશોમાં પણ આતંકી ઘટનાઓ વધી શકે છે, અને સાથે જ આ વિસ્તારમાં ભારતીય રોકાણ અને સામરિક હિતોને નુકસાન પહોંચી શકે છે.
મહત્વનું છે કે આ પહેલા જે યોજના રશિયા દ્વારા બનાવવામાં આવી હતી, તેમાં ભારતને બહાર રાખવામાં આવ્યું હતું, અધિકારીઓનું માનવું છે કે ચીનની રશિયા સાથેના નજીકના સંબંધોના લીધે તે ભારતને બહાર રખાવવા માંગતું હતું, પરંતુ ભારતીય અધિકારીઓએ કહ્યું હતું કે આ વિસ્તારમાં પોતાના હિતોની સુરક્ષા માટે ભારતને આ સંવાદમાં સામેલ કરવું જરૂરી બની ગયું હતું.
નિસ્તાન અને આ શાંતિ પ્રક્રિયામાં સામેલ દરેક પક્ષો સાથે મહત્વની વાતચીત કરી હતી અને પછી અમેરિકાએ અફઘાનિસ્તાનના નેતૃત્વની સાથે વાતચીત કરી હતી અને હવે આ મામલે અમેરિકાએ જે નવો પ્રસ્તાવ આપ્યો છે, તે પ્રમાણે ભારતને પણ તેમાં સામેલ કરવામાં આવ્યું છે, સૂત્રોના અનુસાર ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર આ કોન્ફરન્સમાં ભાગ લઈ શકે છે.
ભારતની ગતિવિધિઓથી મદદ મળી
સૂત્રોની માહિતી અનુસાર ઇરાનમાં ભારત જે રીતે સક્રિય થયું અને અફઘાનિસ્તાન સુધી પોતાની પહોંચને વિકસાવવા માટે ચાબહાર બંદરનો જે રીતે વિકાસ કર્યો તેનાથી પણ આ પ્રક્રિયામાં મદદ મળી. મહત્વનું છે કે અમેરિકાનું નવું બાઈડન તંત્ર પણ આ મામલે ભારતની સક્રિય ભૂમિકા ઈચ્છે છે.
(સંકેત)