Site icon Revoi.in

રશિયા કોરોનાની વેક્સીન ‘સ્પૂતનિક 5’ બનાવવા ભારત સાથે કરી શકે છે ભાગીદારી

Social Share

રશિયા કોવિડ-19ની વેક્સીન સ્પૂતનિક 5ના ઉત્પાદન માટે ભારતની સાથે ભાગીદારી પર વિચાર કરી રહ્યું છે. રશિયા પ્રત્યક્ષ રોકાણ ફંડના મુખ્ય કાર્યકારી અધિકારી કિરીલ દમિત્રિએવે આ જાણકારી આપી હતી.

આપને જણાવી દઇએ કે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન એ જાહેરાત કરી હતી કે તેમના દેશે કોવિડ 19 સામે વિશ્વની પ્રથમ વેક્સીન બનાવી લીધી છે, જે ઘણી અસરકારક રીતે કામ કરે છે અને આ બીમારી વિરુદ્વ સ્થિર પ્રતિરક્ષા આપે છે.

સુક્ષ્મજીવ વિજ્ઞાન શોધ સંસ્થાન અને આરીડીઆઇએમએ સંયુક્તપણે સ્પૂતનિક 5 ને વિકસિત કરી છે. આ વેક્સીનનું હજુ મોટા પાયે પરીક્ષણ નથી થયું.

અત્યારે લેટિન અમેરિકા, એશિયા અને પશ્વિમ એશિયાના અનેક દેશો આ વેક્સીનના ઉત્પાદમાં ઇચ્છુક છે.

કિરીલ દમિત્રિએવે કહ્યું કે આ વેક્સીનનું ઉત્પાદન મહત્વપૂર્ણ મુદ્દો છે અને હાલ અમે ભારતની સાથે ભાગીદારીની અપેક્ષા રાખી રહ્યા છે. વેક્સીનના ઉત્પાદન માટે થનારી આ ભાગીદારીઓ વેક્સીનની માંગને પહોંચી વળવા માટે અમને સક્ષમ બનાવશે. રશિયા આંતરરાષ્ટ્રીય સહયોગની આશા રાખી રહ્યું છે.

(સંકેત)