પીએમ મોદી તેમના જાપાની સમકક્ષને મળ્યા, કહ્યું – ભારત અને જાપાનની મિત્રતા વિશ્વ માટે શુભ સંકેત
- પીએમ મોદીએ તેમના જાપાની સમકક્ષ સાથે કરી મુલાકાત
- ભારત-જાપાનની મિત્રતા વિશ્વ માટે શુભ સંકેત
- વાતચીતમાં ભારત-જાપાન સંબંધો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપતા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી
નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે અમેરિકાના પ્રવાસે છે ત્યારે તેઓએ વોશિંગ્ટન ડીસીમાં તેમના જાપાની સમકક્ષ યોશીહિદે સુગા સાથે મુલાકાત કરી હતી. એશિયાની બે આર્થિક મહાસત્તાઓના નેતાઓ વચ્ચેની વાતચીતમાં ભારત-જાપાન સંબંધો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપતા વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ જાપાનને સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું. પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને જાપાન વચ્ચે મજબૂત મિત્રતા વિશ્વ માટે સારા સંકેત છે.
પીએમ મોદીએ જાપાની સમકક્ષ સાથેની મુલાકાત બાદ ટ્વિટ કરી હતી કે, જાપાન ભારતના સૌથી મૂલ્યવાન ભાગીદારોમાંનું એક છે. વડાપ્રધાન યોશીહિદ સુગા સાથે મે અનેકવિધ વિષયો પર બેઠક કરી હતી, જે આપણા દેશો વચ્ચે સહકારને વધુ પ્રોત્સાહન આપશે. એક મજબૂત ભારત-જાપાન મિત્રતા સમગ્ર વિશ્વ માટે સારી છે. પીએમ મોદી અને તેમના જાપાની સમકક્ષ યોશીહિંડે સુગા વોશિંગ્ટનમાં સફળ બેઠક કરી હતી. તેઓ તેઓએ, વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને વધુ વેગ આપવાના માર્ગો સહિત અનેક મુદ્દાઓની ચર્ચા કરી હતી.
વડાપ્રધાન કાર્યાલય (PMO) એ ટ્વિટ કરીને કહ્યું કે, ‘જાપાન સાથે મિત્રતા આગળ વધી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યોશીહિડે સુગાએ વોશિંગ્ટન ડીસીમાં ફળદાયી બેઠક કરી હતી. બંને નેતાઓએ વ્યાપાર અને સાંસ્કૃતિક સંબંધોને વધુ વેગ આપવાના માર્ગો સહિત અનેક મુદ્દાઓની ચર્ચા કરી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં શિન્ઝો આબેને બદલનારા યોશીહિડે સુગા સાથે પીએમ મોદીની આ પ્રથમ વ્યક્તિગત મુલાકાત પણ હતી.
નોંધનીય છે કે, પીએમ મોદીએ સુગા સાથે ટેલિફોનિક વાતચીત કરી અને ઉચ્ચ તકનીક, કૌશલ્ય વિકાસ અને કોવિડ -19 રોગચાળા સામે લડવા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકારની ચર્ચા કરી.પીએમ મોદી ઉપરાંત, જાપાનના પીએમ સુગા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન પણ 24 સપ્ટેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા આયોજિત સમિટમાં ભાગ લેશે.