Site icon Revoi.in

તો શું અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને મળી જશે માન્યતા? નોર્વેમાં બેઠકોનો દોર શરૂ

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને હવે ટૂંક સમયમાં માન્યતા મળે તેવી સંભાવના જોવા મળી રહી છે. હકીકતમાં, અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીની આગેવાનીમાં તાલિબાનના એક પ્રતિનિધિમંડળે પશ્વિમી દેશ નોર્વેની સરકાર સાથે ત્રણ દિવસીય બેઠક શરૂ કરી છે. અફઘાનિસ્તાનમાં સતત વણસી રહેલી સ્થિતિને વચ્ચે આ બેઠક યોજાઇ છે.

અફઘાનિસ્તાનના પ્રતિનિધિઓએ પ્રથમવાર યુરોપિયન દેશ સાથે સત્તાવાર બેઠક કરી છે. આ પહેલા તેણે રશિયા, ઇરાન, કતાર, પાકિસ્તાન, ચીન અને તુર્કમેનિસ્તાનની યાત્રા કરી હતી. આ બેઠક તાલિબાનના કબજા પહેલા અફઘાનિસ્તાનમાં હાજર રહેલા ઉત્તરી એટલાન્ટિક સંધિ સંગઠન(નાટો) ના એક સભ્ય દેશ નોર્વેમાં થઇ રહી છે.

આ અંગે વાત કરતા તાલિબાનના પ્રતિનિધિમંડળના સભ્ય શફીઉલ્લાહ આઝમે કહ્યું હતું કે,પશ્વિમી અધિકારીઓની સાથે બેઠકો અફઘાન સરકારને કાયદેસર બનાવવાની દિશામાં એક પગલું છે અને આ પ્રકારના નિમંત્રણો અને સંવાદથી યુરોપીય સમુદાય, અમેરિકી અને ઘણા અન્ય દેશોથી અફઘાન સરકારની ખોટી તસવીર હટાવવામાં મદદ મળશે.

આ પહેલા નોર્વેના વિદેશ મંત્રી એનીકેટ હુઇટફેલ્ટે તે વાત પર ભાર આપ્યો હતો કે આ વાર્તાનો અર્થ તાલિબાને કાયદેસર ગણાવવું કે માન્યતા આપવાનો નથી. તાલિબાનની સાથે બેઠકના વિરોધમાં રવિવારે આશરે 200 પ્રદર્શનકારીઓએ નોર્વેના વિદેશ મંત્રાલયના કાર્યાલય સમક્ષ એકઠા થયા હતા.