- અનેક વાયદાઓ પોકળ સાબિત થયાં
- અફઘાનિસ્તાનમાં તાલિબાનની ક્રૂરતા યથાવત્
- મૃતદેહોને ચાર રસ્તા પર લટકાવ્યો
નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા બાદ ત્યાં તાલિબાને સરકાર રચી દીધી છે. જો કે શાંતિની વાતો કરતા તાલિબાનીઓને ક્રૂરતા ત્યાં સતત વધી રહી છે. કટ્ટર સંગઠને પહેલા કહ્યું હતું કે, તે હવે પહેલા જેવું રહેશે નહીં અને મહિલાઓ સહિતના અન્ય નાગરિકોને તેમના અધિકાર અપાશે. જો કે વાસ્તવિક ચિત્ર કંઇક અલગ જ જોવા મળી રહ્યું છે. અફઘાનિસ્તાનના હેરાત શહેરમાં તાલિબાને એક મૃતદેહને ક્રેનથી લટકાવી દીધો. મૃતદેહને શહેરના મુખ્ય ચાર રસ્તા પર લટકાવવામાં આવ્યો હતો.
અફઘાનિસ્તાનમાં લોકતંત્ર જાણે કે ખતમ જ થઇ ગયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યું છે અને તાલિબાનીઓને હવે લોકોના મૃતદેહોની સાથે પણ ક્રૂર વ્યવહાર કરી રહ્યા છે. હેરાત શહેરના મુખ્ય ચાર રસ્તા પર ફાર્મસી ચલાવનારે જણાવ્યું કે, ચાર રસ્તા પર લટકાવવા માટે કુલ ચાર લોકોના મૃતદેહને લઇને આવ્યા હતા. જો કે એકને ક્રેનથી અન્ય ત્રણને અન્ય વિસ્તારમાં લઇ ગયા હતા.
સિદ્દીકીએ દાવો કર્યો કે મૃતદેહને પોતાની સાથે લાવ્યા બાદ તાલિબાની યોદ્ધાઓએ એલાન કર્યુ કે આ ચાર લોકોએ કિડનેપિંગ કરી હતી. જે બાદ પોલીસે તેમને મારી નાંખ્યા. જે બાદ તાલિબાનના યોદ્ધાઓ તે મૃતદેહને પોતાની સાથે લઈને ચારરસ્તા પર આવ્યા. અગાફ મુલ્લાહ નૂરૂદ્દીન તુરાબીએ પણ તાજેતરમાં જ કહ્યુ હતુ કે કોઈ ઘટના બાદ હાથને કાપવા અને તેમને ફાંસી પર લટકાવવાનો નિયમ ખતમ કરવામાં આવશે નહીં.