Site icon Revoi.in

કોરોના વાયરસ ચીનની લેબમાંથી આવ્યો હોવાની શક્યતા નકારી ના શકાય: WHO

Social Share

નવી દિલ્હી: હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. બીજી લહેર માનવજાતિ માટે અત્યંત ઘાતક સાબિત થઇ છે ત્યારે કોરોના વાયરસની ઉત્પત્તિને લઇને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. ખાસ કરીને કોરોનાનું સંક્રમણ ચીનની લેબમાંથી ફેલાયું હોવાનું માનવામાં આવે છે. આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખનું માનવું છે કે, કોવિડ-19 મહામારી અને લેબમાંથી વાયરલ લીક વચ્ચેની સંભાવનાઓને નકારી શકાય નહીં.

WHOના પ્રમુખ ટેડ્રોસ ઘેબ્રેયસિયસ જણાવ્યું હતું કે, વૈજ્ઞાનિકો દ્વારા કોરોનાના સ્ત્રોતને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે જેમ તપાસમાં ચીનને પણ સહયોગ આપવાની અપીલ કરાઇ છે. શરૂઆતમાં WHOનું વલણ અલગ હતું. પરંતુ ઘણા દેશો પણ કોરોનાની શરૂઆતમાં જ ચીનને શંકાની નજરે જોતા હતા. કોરોના વાયરસનો પ્રથમ કેસ પણ ચીનના વુહાનમાં જ નોંધાયો હતો.

ગ્રૂપ ઑફ સેવન સમિટમાં ભાગ લીધા પછી ડૉ. ટ્રેડોસએ આ નિવેદન આપ્યું હતું.

WHOના ડાયરેક્ટરે આશા વ્યક્ત કરી છે કે, જ્યારે વાયરસના મૂળની તપાસ માટે આગામી તબક્કો ચાલી રહ્યો છે. તે સમયે વધુ સારો સહયોગ અને પારદર્શિતા પ્રાપ્ત થશે. આ માટે ચીનના સહયોગની આવશ્યકતા છે. આ વાયરસની ઉત્પત્તિને સમજવા અને જાણવા માટે પારદર્શિતાની જરૂર છે.

ટેડ્રોસે ઉમેર્યું હતું કે, તે ખુદ એક લેબ ટેકનિશિયન રહી ચૂક્યા છે. તેઓ ઇમ્યુનોલોજિસ્ટ છે અને તેઓએ લેબમાં કામ કર્યું છે. લેબમાં અકસ્માતો પણ થાય છે. તાજેતરના સમયમાં, વૈશ્વિક મહામારી એ લેબમાં ઉદ્વભવી હોઇ શકે છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં યુ.એસ. અને યુકેએ કોવીડ-19 તપાસના આગલા તબક્કામાં આગળ વધવા માટે પારદર્શક અને પુરાવા આધારિત સ્વતંત્ર તપાસ પ્રક્રિયા માટે પોતાનો ટેકો વધાર્યો સમર્થન આપ્યું છે.