- પાકિસ્તાનમાં છે અજીબોગરીબ કાયદાઓ
- પાકિસ્તાનના લોકોને શિક્ષણ પર આપવો પડે છે ટેક્સ
- ત્યાંના લોકો ઇઝરાયલ નથી જઇ શકતા
નવી દિલ્હી: વિશ્વના અનેકવિધ દેશોમાં અલગ અલગ કાયદાઓ હોય છે. જો કે કેટલાક કાયદાઓ ખૂબ જ અજીબ હોય છે. આવા જ કેટલાક કાયદાઓ ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ છે. આવા અજીબોગરીબ કાયદાઓને લીખે અનેક વખત પાકિસ્તાનની ટીકા પણ થાય છે.
પાકિસ્તાનમાં પીનલ કોડ, શરિયા અને જિરગા કાયદો એમ ત્રણ પ્રકારના કાયદા સામેલ છે. આદિવાસી વિસ્તારોમાં જિરગા કાયદો અમલમાં છે. આ કાયદામાં અનેક વિચિત્ર નિયમો છે.
પાકિસ્તાનમાં એક તરફ જ્યારે સાક્ષરતા દર ઓછો છે અને શિક્ષણનું સ્તર નીચે છે ત્યારે તમને એ જાણીને નવાઇ લાગશે કે પાકિસ્તાનમાં જો કોઇ વિદ્યાર્થી અભ્યાસ પર 2 લાખથી વધુ ખર્ચ કરે તો તેણે 5 ટકા ટેક્સ આપવો પડે છે. જેને કારણે પાકિસ્તાનમાં લોકો ઓછું ભણે છે.
પાકિસ્તાનને એવું લાગે છે કે ઇઝરાયલ નામનો કોઇ દેશ નથી એટલે પાકિસ્તાનની સરકાર ત્યાંના રહેવાસીઓને ઇઝરાયલ જવા માટે વિઝા આપતા નથી. તેથી પાકિસ્તાનના નાગરિકોને ઇઝરાયલ જવાની મંજૂરી નથી.
પાકિસ્તાનમાં હુજુજ કાયદા અનુસાર, ત્યાં પશ્વિમી દેશોની જેમ ગર્લફ્રેન્ડ રાખવા પર પાબંધી છે. સરકાર લગ્ન વગર ત્યાં કોઇપણ પુરુષને મહિલા સાથે રહેવાની સ્વતંત્રતા આપતી નથી. એટલે કે તમારે ત્યાં લગ્ન કરવા ફરજીયાત છે. જો કોઇ યુવક પોતાની ગર્લફ્રેન્ડ સાથે રહેતો પકડાઇ જાય તો તેને જેલની સજા પણ થાય છે.
ભારતમાં જે રીતે તમને વાણી સ્વાતંત્ર્ય મળે છે તેવું પાકિસ્તાનમાં નથી. ત્યાં તમે પાકિસ્તાનના વડાપ્રધાનની મજાક કરી શકતા નથી. પાકિસ્તાનમાં કોઇ પણ નાગરિક વડાપ્રધાનની મજાક કરી શકતા નથી.