Site icon Revoi.in

‘ઉપર વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડકે’, 30 વર્ષથી એક જ નંબરની લોટરી ટિકિટ ખરીદતા વ્યક્તિને લાગી લોટરી, બની ગયો કરોડપતિ

Social Share

નવી દિલ્હી: કહેવાય છે કે ઉપર વાલા જબ ભી દેતા, દેતા છપ્પર ફાડકે. આ કહેવત સાચી જ છે. ક્યારે કઇ વ્યક્તિના નસીબ ચમકે એ ના કહી શકાય. નસીબ ચમકે તો રંક પણ રાજા બની જાય અને નસીબ સાથ ના આપે તો રાજા પણ ઝુપડીમાં આવી જાય. આવી જ એક કહેવતને સાર્થક સાબિત કરતી વાત મિશિનગનમાં રહેતા વ્યક્તિ સાથે બની છે. આ વ્યક્તિના નસીબ એવા તે ચમક્યા કે તે વ્યક્તિ રાતોરાત અરબપતી બની ગયો છે.

નવાઇની વાત એ છે કે, આ વ્યક્તિને પોતાના નસીબ પર એટલો ભરસો હતો કે તે વારંવાર એક જ નંબરના સેટની લોટરી રમતો ગયો. એક દિવસ અચાનક તેનું નસીબ ચમક્યું અને તે રાતોરાત અરબપતિ બની ગયો. આ વ્યક્તિએ 18.41 મિલિયન ડૉલરનો જેકપોટ જીત્યો છે. આ લોટરીની કિંમતને ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરાય તો કિંમત થાય છે 1,36,48,77,818. એટલે કે આ વ્યક્તિ 1 અબજ 36 કરોડ 48 લાખ 77 હજાર અને 818 રૂપિયાનો માલિક બન્યો છે.

આ વ્યક્તિએ 31 જુલાઇના રોજ 03-05-10-20-28-31 ના બધા 6 નંબરોને મળાવીને સૌથી મોટુ ઇનામ જીત્યુ છે. આ વ્યક્તિએ લોટરી અધિકારીને જણાવ્યુ કે, ‘હું 1991 થી આજ નંબરના સેટથી લોટરી રમી રહ્યો છું. મે ઘણી વાર સંખ્યાઓના નવા સેટ સાથે રમવા વિશે વિચાર્યુ, પરંતુ દર વખતે જુના નંબર સાથે રમવાનો નિર્ણય લીધો જેણે આ વખતે મને અરબપતિ બનાવી દીધો.’

તેમણે જણાવ્યુ કે, રાત્રે સુતા પહેલા મે પોતાના નંબરને ચેક કર્યો. જ્યારે મે સંખ્યાના સેટને ઓળખ્યો તો મે ઓછામાં ઓછા ડઝન વાર પોતાની ટિકીટ ચેક કરી અને પછી હુ ચોંકી ગયો. 61 વર્ષના આ ખેલાડી પોતાના પુરસ્કારનો દાવો કરવા માટે લોટરી ઓફિસ પહોંચ્યો. તેણે પોતાની જીતેલી કેશમાં મેળવવાનો વિકલ્પ પસંદ કર્યો.