Site icon Revoi.in

અમેરિકા ભારત પર પ્રતિબંધ ના મૂકે તે જરૂરી, બે અમેરિકી સેનેટરોની ચેતવણી

Social Share

નવી દિલ્હી: અમેરિકાનો કાયદો એવો છે કે જો કોઇ દેશ રશિયા પાસેથી હથિયારો ખરીદે તો તેના પર પ્રતિબંધ લગાવવો. હવે ભારત જ્યારે રશિયા પાસેથી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા જઇ રહ્યું છે ત્યારે અમેરિકા ભારત પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યું છે.

જો કે બીજી તરફ ભારત પર પ્રતિબંધ ના મૂકાય તેવું ઇચ્છતા અમેરિકાના રાજકારણીઓનો એક મોટો વર્ગ છે. અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટીના બે સેનેટર માર્ક વોર્નર અને જોન કોર્નિને પ્રમુખ જો બાઇડનને અપીલ કરી છે કે, ભારતને અમેરિકાના કાયદામાંથી બહાર રાખવું જોઇએ અને તેના પર પ્રતિબંધ ના મૂકવામાં આવે. તેની પાછળ પણ અનેક કારણો છે.

જો અમેરિકા ભારત પર પ્રતિબંધ લાગૂ કરે તો તેનાથી ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ ક્ષેત્રના સંબંધો ઉપરાંત એનર્જી અને ટેક્નોલોજી બાબતે સહયોગ પર પણ અસર પડી શકે છે.

હકીકતમાં, અમેરિકાએ રશિયા પાસેથી હથિયારો ખરીદનારા દેશો પર પ્રતિબંધનો કાયદો 2017માં બનાવ્યો તે પહેલા જ ભારતે એસ-400 એર મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે વાતચીત શરૂ કરી દીધી હતી. વર્ષ 2019માં જ્યારે અમેરિકાએ આવી જ સિસ્ટમ આપવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે ભારતની રશિયા સાથેનો સોદો થઇ ચૂક્યો હતો.

નોંધનીય છે કે, અગાઉ અમેરિકા તુર્કી પર આ પ્રકારનો પ્રતિબંધ મૂકી ચુક્યું છે.