Site icon Revoi.in

નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણના માર્ગ બન્યો મોકળો, યુકેના ગૃહમંત્રીએ કરી સહી

Social Share

નવી દિલ્હી: પીએનબી બેંક કૌંભાડના મુખ્ય આરોપી નીરવ મોદીના પ્રત્યાર્પણનો માર્ગ હવે મોકળો બન્યો છે. યુકેના ગૃહ સચિવ પ્રીતિ પટેલે સહી કરી દેતા હવે અબજો ડોલરના કૌંભાડના ભાગેડુ આરોપીનો ભારત લાવવાનો માર્ગ મોકળો થયો છે. તે પીએનબી સ્કીમમાં વોન્ટેડ છે. ટ્રાયલ કોર્ટે ફેબ્રુઆરીમાં આ પ્રત્યાર્પણ આદેશ આપ્યો હતો.

આ હિલચાલ અંગે માહિતગાર લોકોએ જણાવ્યું હતું કે હજી પણ નીરવ મોદી પાસે અપીલ રુટ ખુલ્લો છે, તે આ આદેશને હાઇકોર્ટમાં પડકારી શકે છે. ફેબુ્રઆરીમાં વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટે ભારત સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને નીરવ મોદીના પ્રત્યાર્પણનો કાયદાકીય માર્ગ ખુલ્લો કર્યો હતો. આ આદેશના અમલ માટે બ્રિટનના ગૃહસચિવ પ્રીતિ પટેલની સહીની રાહ જોવાઈ રહી હતી. પણ ગૃહસચિવ દ્વારા આદેશ પર સહી કરવાનો અર્થ એવો થતો નથી કે નીરવ મોદી હવે સીધો ભારત આવી જશે.

તેની પાસે હજી પણ કેટલાક કાયદાકીય ઉપાયો છે. તેમા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો અને યુકેમાં આશ્રય માંગવાનો સમાવેશ થાય છે. નિષ્ણાતોએ કિંગફિશર એરલાઇનના વડા વિજય માલ્યાનું જ ઉદાહરણ આપ્યું છે, જે યુકેમાં જામીન પર છે. તેની સાથે વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેમણે આશ્રય મેળવવા વિનંતી કરી છે.

ભારતે પંજાબ નેશનલ બેન્કના બે અબજ ડોલરના કૌભાંડના આરોપી નીરવ મોદી વોન્ટેડ છે અને તેની 19 માર્ચ 2019ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. લંડનના વાન્ડ્સવર્થ પ્રિઝન ખાતે તેને રાખવામાં આવ્યો છે.

(સંકેત)