Site icon Revoi.in

કોરોના સંકટ વચ્ચે બ્રિટિશ PM બોરિસ જ્હોન્સનનો ભારત પ્રવાસ ફરી રદ

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત્ છે. દરરોજ દેશમાં 1 લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ભારતમાં સંક્રમણના વધતા જોખમને પગલે હવે સાવચેતીના ભાગરૂપે યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જહોન્સને પોતાનો ભારત પ્રવાસ હાલ ટાળ્યો છે. હવે તેઓ થોડા દિવસ બાદ ભારત આવવાની યોજના બનાવી શકે છે. આપને જણાવી દઇએ કે, અગાઉ બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સન 25 એપ્રિલના રોજ ભારત આવવાના હતા. પરંતુ હાલ હવે પ્રવાસ ટાળવામાં આવ્યો છે.

વિશ્વમાં કોરોના વાયરસના વધતા કેસને કારણે બ્રિટિશ પીએમ બોરિસ જહોન્સન પર ભારત પ્રવાસ ટાળવાનું દબાણ વધ્યું હતું. બ્રિટનની વિપક્ષી લેબર પાર્ટીએ બોરિસ જ્હોન્સનને પ્રવાસ રદ કરવાની માગણી કરી હતી. લેબર પાર્ટીએ સવાલ કર્યો હતો કે જ્હોન્સન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો પર ઑનલાઇન ચર્ચા કેમ કરી શકતા નથી.

બોરિસ જ્હોન્સનના ભારત પ્રવાસનો વિરોધ કરતા લેબર પાર્ટીના શેડો કમ્યુનિટીઝ સેક્રેટરી સ્ટીવ રીડે કહ્યું હતું કે અમારામાથી અનેક લોકો એમ જ કરી રહ્યા છે અને મને લાગે છે કે પ્રધાનમંત્રીએ ઉદાહરણ રજુ કરવાની કોશિશ કરવી જોઈએ. હું ઈચ્છું છું કે પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન ભારત જવાની જગ્યાએ વર્ચ્યુઅલ મિટિંગ કરે.

(સંકેત)