નવી દિલ્હી: WHO દ્વારા પણ જ્યારે હવે ભારતમાં નિર્મિત કોવેક્સિનને માન્યતા અપાઇ છે ત્યારે હવે વધુ એક ખુશખબર છે. હવે યુકે પણ ભારતની કોવેક્સિનને પોતાની સ્વીકૃત રસીની યાદીમાં સામેલ કરવા જઇ રહ્યું છે. ભારતમાં કોવેક્સિનને હવે યુકે સરકાર ઇન્ટરનેશનલ પ્રવાસીઓ માટે સ્વીકૃત કોરોનાની રસીની યાદીમાં સામેલ કરશે. 22 નવેમ્બરથી કોવેક્સિનના બંને ડોઝ લેનારા ભારતીય પ્રવાસીઓને ઇંગ્લેન્ડ જઇને ક્વોરેન્ટાઇન નહીં થવું પડે.
WHOની ઇમરજન્સી વેક્સિનની યાદીને યુકે સરકાર ફોલો કરે છે. કોવેક્સિન ભારતમાં ઉપયોગમાં લેનારી બીજી સૌથી મોટી વેક્સિન છે. પહેલા કોવેક્સિન લેનારાને યુકેમાં પ્રવાસ દરમિયાન ક્વોરેન્ટાઇન રહેવું પડતું હતું.
કોવિશિલ્ડને પણ ગત મહિને યુકેની સ્વીકૃત વેક્સિનની યાદી માટે પરવાનગી મળી હતી અને તેને યાદીમાં જોડવામાં આવી હતી. WHOની કોવેક્સિન માટે ઇમરજન્સી ઉપયોગની મંજૂરીના કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં વૃદ્વિ થઇ.
ભારતમાં બ્રિટિશ ઉચ્ચાયુક્ત એલેક્સે કહ્યું કે, યુકેમાં ભારતીય પ્રવાસીઓ માટે વધુ એક ખુશખબર છે. 22 નવેમ્બરથી જે પ્રવાસીઓને સંપૂર્ણ રીતે એક કોવિડ વેક્સિન લગાવવામાં આવી છે. તેમણે હવે ક્વોરેન્ટાઇનમાં રહેવાની જરૂર નહીં પડે.