Site icon Revoi.in

મ્યાનમાર સાથે સરહદ પર વધતો સંઘર્ષ, 15 હજાર રોહિંગ્યા ભારતમાં પ્રવેશ્યા: UN

Social Share

નવી દિલ્હી: મ્યાનમારમાં રોહિંગ્યાઓ પર દમન કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી તરફ સંયુક્ત રાષ્ટ્ર સંઘના અધ્યક્ષ એન્ટોનિયો ગુટેરેસે ખુલાસો કર્યો છે કે, મ્યાનમારમાં બળવા બાદ અત્યારસુધી 15000 કરતા વધારે લોકો ભારતીય સીમામાં પ્રવેશ કરી ચૂક્યા છે. પોતાના રિપોર્ટમાં તેમણે કહ્યું કે, મ્યાનમારના સીમાવર્તી ક્ષેત્રોમાં ટકરાવના કારણે થાઇલેન્ડ, ચીન અને ભારત પર અસર પડી છે અને સીમાવર્તી વિસ્તારમાં જાતીય સંઘર્ષ શરૂ થઇ ગયો છે. જે ચિંતાજનક છે.

 

એક રિપોર્ટમાં મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો તેમજ લઘુમતીઓ પર ગુટેરેસે કહ્યું કે, એક ફેબ્રુઆરીએ થયેલા બળવા પહેલા મ્યાનમાંરમાં 3 લાખ 36 હજાર લોકોને વિસ્થાપિત કરવામાં આવ્યા હતા પરંતુ બળવા બાદથી હવે હિંસાના કારણે લગભગ 2 લાખ 20 હજાર લોકો આંતરિક રીતે વિસ્થાપિત થઇ ચૂક્યા છે. તે ઉપરાંત 15 હજારથી વધુ લોકો ભારતીય સીમામાં પ્રવેશ કરી ચૂક્યા છે.

 

મ્યાનમાર ભારતની સાથે લગભગ 1600 કિલોમીટરની કોઈ વાડ વિનાની સીમા શેર કરે છે, જ્યાં કોઈ પણ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા નથી. આ સિવાય બંગાળની ખાડીમાં એક સમુદ્રી સીમા મ્યાનમાર સાથે જોડાયેલી છે. ઉત્તર-પૂર્વમાં અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ ની સરહદ પણ મ્યાનમારની સાથે મળે છે.

 

નોંધનીય છે કે, મ્યાનમારમાં સેના સત્તા પર છે ત્યારે આંગ સાન સૂ અને અન્ય નેતાઓ ધરપકડ કરવામાં આવી છે અને વર્ષ 2015માં રાષ્ટ્રવ્યાપી યુદ્વવિરામ કરાર હેઠળ આવનારા ક્ષેત્રોની સાથે સમગ્ર મ્યાનમારમાં તણાવ પણ વધ્યો છે.