નવી દિલ્હી: અમેરિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમેરિકાએ કોરોનાની એન્ટિ કોવિડ રસીને બૌદ્વિક સંપદાના અધિકારની બહાર રાખવાને સમર્થન આપ્યું છે.
બાયડન પ્રશાસને વિશ્વ વ્યાપાર સંગઠનની સમક્ષ ભારત તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રસ્તાવને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જેથી આની માંગને વધારવા માટે અસ્થાયી રૂપથી એન્ટિ કોવિડ રસી પેટન્ટને માફ કરી શકાય. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ડેમોક્રેટિક સાંસદોએ અને અન્ય દેશોના દબાણના કારણે કોવિડ વિરોધી પેટન્ટમાં છૂટના અસ્થાયી સમર્થન આપ્યું છે. મનાઇ રહ્યું છે કે પેટન્ટ છૂટ મળવાથી રસીના પ્રોડક્શનમાં સ્પીડ આવશે.
પ્રમુખ ફાર્મા કંપનીઓ અને યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સના કડક વિરોધ છતા પ્રશાસને આ નિર્ણય કર્યો છે. અમેરિકન કંપનીઓનો તર્ક છે કે આનાથી તેનમી બૌદ્ધિક સંપદા પર અસર પડશે. વિપક્ષી રિપબ્લિકન પાર્ટીએ પણ રાષ્ટ્રપતિ જો બાયડન અને તાઈને ચિઠ્ઠી લખી હતી.
અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ કૈથરીન તાઇએ કહ્યું કે આ વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ છે. જેના ચાલતા અસાધારણ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. બાયડન પ્રશાસન બૌદ્વિક સંપદા સુરક્ષામાં દ્રઢતાથી વિશ્વાસ કરે છે. પરંતુ આ મહામારીને ખતમ કરવા માટે કોરોનાની રસી માટે છૂટનું સમર્થન કરે છે,.
બાયડન પ્રશાસનનો નિર્ણય વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ની સામાન્ય પરિષદના લીધેલા પ્રસ્તાવને મંજૂરી આપવાનો રસ્તો સરળ બનાવી દેશે.
ભારત અને દક્ષિણ આફ્રિકાએ WTOમાં કોરોનાની ઈમરજન્સી દરમિયાન બૌદ્ધિક સંપદ્દા અધિકારો સાથે જોડાયેલા વ્યાપાર સંબંધિ પાસાઓ(ટ્રિપ્સ)માં અસ્થાયી છુટ આપવાને લઈને પ્રસ્તાવ રાખ્યો હતો. અમેરિકાના નિર્ણય બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના ચીફ ડોક્ટર ટેડ્રોસ ગેબ્રેયાસિસે કહ્યુ કે છુટનું સમર્થન કોરોનાની વિરુદ્ધ લડાઈમાં ‘ઐતિહાસિક પળ’ છે.
(સંકેત)