અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યને પરત બોલાવવાનો જો બાઇડનનો નિર્ણય ખોટો, જાણો કોણે આવું કહ્યું?
- અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈન્યની વાપસીનો નિર્ણય ખોટો
- અમેરિકન સેનાના બે જનરલે આ નિર્ણયને ખોટો ગણાવ્યો
- આ જનરલે અફઘાનિસ્તાનમાં અઢી હજાર સૈનિક રાખવાની સલાહ પણ આપી દીધી હતી
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યની વાપસીના નિર્ણયને અમેરિકન સેનાના 2 મુખ્ય જનરલોએ ખોટો ગણાવ્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ સૈન્ય જનરલોએ અફઘાનિસ્તાનથી અમેરિકન સેનાની વાપસી પહેલા રાષ્ટ્રપતિ જો બાયડનને અહીં લગભગ અઢી હજાર સૈનિક રાખવાની સલાહ પણ આપી દીધી હતી.
અમેરિકન સંસદમાં જનરલ માર્ક અને જનરલ ફ્રેંક મૈકંજીએ જણાવ્યું હતું કે, તે રાષ્ટ્રપતિ જો બાયડનના તે નિવેદન પર બિલકુલ ઉલટ છે. જેમાંથી તેમણે કહ્યું હતું કે, તેમને યાદ નથી કે એવી કોઇ સલાહ આપવામાં આવી હતી. તાલિબાને ગત 15 ઓગસ્ટના રોજ કાબૂલ પર કબ્જો કરી લીધો હતો. આની પહેલા અફઘાનિસ્તાનના અલગ અલગ પ્રાંતો પર કબ્જો મેળવી લીધો હતો.
માર્કે કહ્યું કે, અફઘાનિસ્તાનમાં અશરફ ગની સરકાર જે રીતે તેજીથી પડી તેનાથી આખું અમેરિકા હેરાન રહી ગયું. સેનેટ આર્મ્ડ સર્વિસ કમિટીની સામે રક્ષા મંત્રી લોયડ આસ્ટિનની સાથે બંને જનરલોની સુનાવણી થઇ. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના પ્રમુખ જનરલ મેકેન્જીની દેખરેખમાં સૈનિકોની વાપસી થઇ છે.
જનરલ મેકેંજીએ કહ્યું કે તેમણે અફઘાનિસ્તાનમાં અઢી હજાર સૈનિકોને રાખવાની સલાહ આપી હતી. કમિટની સામે આ વાત 19 ઓગસ્ટ બાયડનના આ દાવાથી વિપરિત છે. જેમાં રાષ્ટ્રપતિએ કહ્યું હતુ કે તેમને યાદ નથી કે તેમને આવી કોઈ સલાહ આપવામાં આવી હોય.