- તાલિબાનીઓની કમર તોડવા અમેરિકાએ મોટું પગલું ભર્યું
- બાઇડેન સરકારે અફઘાનિસ્તાન સરકારને બધા હથિયારોના વેચાણના કરારને સસ્પેન્ડ કરી દીધા છે
- આગામી દિવસોમાં રક્ષા ઉપકરણો નિકાસકારો માટે અપડેટ જાહેર કરશે
નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ હવે તાલિબાનીઓને પાઠ ભણાવવા અને તેની કમર તોડવા માટે વિશ્વ એકજુટ થયું છે. IMFએ એક તરફ જ્યાં અફઘાનિસ્તાનમાં તેના સંસાધનોનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે તો બીજી તરફ જો બાઇડેન સરકારે અફઘાનિસ્તાન સરકારને બધા હથિયારોના વેચાણના કરારને સસ્પેન્ડ કરી દીધા છે.
ડિફેન્સ કોન્ટ્રાક્ટર્સને મોકલેલી નોટિસ અનુસાર, અફઘાનિસ્તાનમાં હથિયારોના વિતરણ ના કરવાની સમીક્ષા કરવામાં આવી છે, કહેવામાં આવ્યું છે કે, અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાય રહેલી સ્થિતિને જોતા વિશ્વ શાંતિને આગળ વધારવા માટે ડિરેક્ટોરેટ ઑફ ડિફેન્સ સેલ્સ કંટ્રોલ તમામ પેન્ડિંગ અને જારી કરાયેલા એક્સપોર્ટ લાયસન્સ અને અન્ય વસ્તુઓની સમીક્ષા કરે છે.
વિભાગ આગામી દિવસોમાં રક્ષા ઉપકરણો નિકાસકારો માટે અપડેટ જાહેર કરશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકોને ત્યાં સુધી રાખવા માટે પ્રતિબદ્વ છે જ્યાં સુધી દરેક અમેરિકી નાગરિકોને બહાર કાઢી લેવામાં ના આવે. ભલે તે માટે 31 ઑગસ્ટથી વધુ સમય લાગે.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને લઈને જો બાઇડેન સરકારની ભયંકર આલોચના થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં નવી તાલિબાન સરકારને હાલના સમયમાં 190 દેશોના લોન આપતા સંગઠનો પાસેથી લોન કે અન્ય સંશાધનો સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.