- અમેરિકાએ સીરિયામાં ઇરાની સમર્થિત મિલિશિયાના અડ્ડા પર એરસ્ટ્રાઇક કી
- ઇરાકમાં અમેરિકન ઠેકાણાની વિરુદ્વ રોકેટ હુમલાની પ્રતિક્રિયા તરીકે અમેરિકાએ કરી એરસ્ટ્રાઇક
- ગત કેટલાક વર્ષોમાં અનેકવાર કાઉન્ટર અમેરિકન સૈન્ય હુમલા થયા છે
નવી દિલ્હી: અમેરિકાએ ગુરુવારે સીરિયામાં એક એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો છે.
ઇરાકમાં અમેરિકન ઠેકાણાની વિરુદ્વ રોકેટ હુમલાની પ્રતિક્રિયા તરીકે અમેરિકાએ આ એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. મનાઇ રહ્યું છે કે અમેરિકાએ આ હવાઇ હુમલો ઇરાન સમર્થિત મિલિશિયાના ઠેકાણા પર કર્યો છે. અધિકારીઓએ નામ ના છાપવાની શરતે જણાવ્યું હતું કે, આ એર સ્ટ્રાઇકને રાષ્ટ્રપતિ જો બાઇડને મંજૂરી આપી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પેન્ટાગોને આ મામલા પર કોઇ જવાબ આપ્યો ન હતો.
એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, આ એર સ્ટ્રાઇક ઇરાનમાં હાલમાં થયેલા રોકેટ હુમલાના જવાબમાં કરવામાં આવી છે. સમાચાર લખાઇ રહ્યા છે ત્યાં સુધી નુકસાનની સાથે કોઇ અમેરિકન કેઝ્યૂલ્ટી હોવાની કોઇ જાણકારી મળી શકી નહોતી. ગત કેટલાક વર્ષોમાં અનેકવાર કાઉન્ટર અમેરિકન સૈન્ય હુમલા થયા છે.
વર્ષ 2019ના અંતમાં અમેરિકન સૈન્યએ રોકેટ હુમલાની પ્રતિક્રિયા તરીકે ઇરાક તેમજ સીરિયામાં કટિબ હિજબુલ્લાહ મિલિશિયા ગ્રૂપની વિરુદ્વ મોટા હુમલા કર્યા. એર સ્ટ્રાઇક બાદ અમેરિકન રક્ષા સચિવ લોયડ આસ્ટિને કહ્યું હતું કે, હું આશ્વસ્ત છું કે જે ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો છે, તેનો ઉપયોગ શિયા આતંકવાદી દ્વારા કરવામાં આવી રહ્યા હતા. જેણે હુમલા કર્યા હતા.
આ પહેલા પેંટાગનના પ્રવક્તા જોન કર્બીએ કહ્યું કે અમેરિકન કાર્યવાહી એક સેન્ય પ્રતિક્રિયા હતી. જેમાં કુટનીતિક ઉપાયોને ધ્યાનમાં રાખતા સહયોગિઓની સાથે સલાહ સૂચન પણ લીધા છે. ત્યારે નોટ્રે ડેમ લો સ્કૂલમાં પ્રોફેસર મેરી એલન ઓકોનેલના અમેરિકન હુમલાના આંતરરાષ્ટ્રીય કાયદાનાં ઉલંઘન રુપમાં આલોચના કરી.
ઈરાકમાં અમેરિકાએ 2500 કર્મીઓ સુધી સીમિત કરી દીધું છે. હવે ઈસ્લામિક સ્ટેટ ગ્રુપની વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનોમાં ઈરાકી દળોની સાથે યુદ્ધ અભિયાનોમાં ભાગ નથીં લઈ રહ્યા.
(સંકેત)