Site icon Revoi.in

ઑમિક્રોનને લઇને અમેરિકાએ આપી ચેતવણી, પાણીની જેમ વિશ્વમાં ફેલાઇ શકે છે આ વાયરસ

Social Share

નવી દિલ્હી: વિશ્વમાં કોવિડનો પ્રકોપ હળવો થતા માંડ જનજીવન પાટા પર આવી રહ્યું હતું ત્યાં હવે દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા નવા કોવિડ વેરિએન્ટ ઓમિક્રોનને કારણે વિશ્વમાં ફરીથી ફફડાટ ફેલાયો છે. કોવિડના આ નવા વેરિએન્ટનો પ્રસાર રોકવા મટે સમગ્ર વિશ્વમાં એલર્ટ આપવામાં આવ્યું છે. કોવિડના આ નવા વેરિએન્ટને લઇને અમેરિકાના હેલ્થ એક્સપર્ટ ડૉક્ટર એન્થની ફૉસીએ ચેતવણી આપી હતી કે, આ નવો વેરિએન્ટ પાણીની જેમ વિશ્વમાં ફેલાઇ શકે છે.

નવા વેરિએન્ટ અંગે ચેતવણી ઉચ્ચારતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના મુખ્ય સ્વાસ્થ્ય સલાહકાર ડૉક્ટર એન્થની ફોસીએ કહ્યું કે, નિશ્વિત રીતે સાઉથ આફ્રિકામાં નવો વેરિએન્ટ મળ્યો છે જેમાં કેટલાક મ્યૂટેશનના વાયરસ ફેલાવવાની ગતિ અને શરીરને એન્ટીબોડીને પ્રભાવિત કરે તેવા વિષયોથી ચિંતા વધી છે. આ તરલ ગતિમાં છે. અમે ત્વરિતપણે તેના અંગે જાણવા માટે ગહન અભ્યાસ કરી રહ્યાં છે.

અમેરિકામાં વાયરસના પ્રસાર અંગે કહ્યું કે, હાલમાં અમેરિકામાં આ વેરિએન્ટના કોઇ કેસ હોવાના પુરાવા નથી મળ્યા. પરંતુ કઇ કહેવું વહેલું થશે. અમે મોલિક્યૂલર બનાવટને સમજવા માટે સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. હાલમાં એ વેરિએન્ટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

નવા વેરિએન્ટ અંગે ચિંતા વ્યક્ત કરતા WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડૉ. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, કોવિડનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ભારતમાં કોવિડ પ્રોટોકોલના યોગ્ય વ્યવહાર માટે ચેતવણી રૂપ છે. તેમણે શક્ય તમામ સાવધાની રાખવા તેમજ માસ્કનો ઉપયોગ કરતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.