Site icon Revoi.in

રશિયા-યુક્રેન વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ, રશિયા યુક્રેન પર કરી શકે છે હુમલો:યુએસ ઇન્ટેલિજન્સ એજન્સી

Social Share

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે જે તંગદિલી જોવા મળી રહી છે તેવો જ તણાવ અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે બોર્ડરને લઇને જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ તણાવપૂર્ણ સ્થિતિ પર અમેરિકન ગુપ્તચર એજન્સીઓ નજર રાખી રહી છે અને તેઓનું માનવું છે કે, રશિયા 30 દિવસમાં યુક્રેન પર આક્રમણ કરી શકે છે. આ માટે રશિયા એક ખતરનાક પ્લાન ઘડી રહ્યું છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેઓ પાસે એક એવી જાણકારી છે કે, રશિયા ઓપરેશન ફોલ્સ ફ્લેગ હેઠળ સેનાના એક જૂથને તૈનાત કરી ચૂક્યું છે. તમામ જવાનોને હુમલો કરવા વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

ઓપરેશન ફોલ્સ ફ્લેગનો અર્થ એ થાય છે કે, કોઇપણ દેશ આક્રમણ કરવા તત્પર હોય છે તેનો દોષ દુશ્મન દેશને કે બીજી પાર્ટી પર ઢોળવો માટેનો તખ્તો તૈયાર કરાતો હોય છે. આવા ઓપરેશનમાં જો કોઇ પકડાઇ જાય તો ઓપરેશન હાથ ધરનાર સરકાર હાથ અધ્ધર કરી દેતી હોય છે.

નોંધનીય છે કે, સામાન્ય રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે હુમલાખોર દેશ તરીકેને છાપ ના પડે તે માટે આ પ્રકારના ઓપરેશન હાથ ધરાતા હોય છે. સીમા વિવાદની વચ્ચે યુક્રેન પર થયેલા સાયબર એટેકમાં ઘણી સરકારી વેબસાઈટો ઠપ છે.યુક્રેનના લોકોને લાગે છે કે, રશિયા ગમે ત્યારે આક્રમણ કરશે.