Site icon Revoi.in

રશિયાએ જો બાઇડન વિરુદ્વ ટ્રમ્પની મદદ કરી હતી: અમેરિકી ગુપ્તચર એજન્સીનો દાવો

Social Share

નવી દિલ્હી: અમેરિકાની રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં રશિયાની ભૂમિકાને લઇને ફરીથી એક વખત વિવાદ ચગ્યો છે. અમેરિકાની એક ગુપ્તચર એજન્સીનો દાવો છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગત વર્ષે યોજાયેલી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં પ્રચાર અભિયાન ચલાવવામાં મદદનો આદેશ આપ્યો હતો. એક રિપોર્ટ અનુસાર રશિયાએ બાઇડનના વિજય બાદ ભ્રામક અને પાયાવિહોળા આરોપો લગાવ્યા હતા.

જો કે, બીજી તરફ ગુપ્તચર વિભાગના રિપોર્ટમાં એવુ પણ કહેવામાં આવ્યું હતું કે, વિદેશી સરકારે અંતિમ પરિણામોને પ્રભાવિત નહોતા કર્યા. જો કે બીજી તરફ રશિયા અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પોતાની ભૂમિકાને સતત નકારતું આવ્યું છે. નેશનલ ઇન્ટેલિજન્સની ડિરેક્ટરની ઑફિસ દ્વારા બહાર પાડવામાં આવેલા 15 પાનાના રિપોર્ટમાં તે રશિયા અને ઇરાન દ્વારા ચલાવવામાં આવેલું પ્રભાવિત કરવાનું અભિયાન હતું તેવો દાવો કરવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર રશિયા સાથે સંકળાયેલા લોકોએ 3 નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ બાઇડનની ચૂંટણી પહેલા જ પાયાવિહોણી ખબરો ફેલાવી હતી. નકલી જાણકારી ફેલાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સંપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો હતો. રિપોર્ટ અનુસાર રશિયાની ગુપ્તચર સેવા સાથે સંકળાયેલા કેટલાક લોકીએ મીડિયા સંગઠનમાં બાઇડન વિરોધી માહિતી ફેલાવી હતી.

રિપોર્ટ પ્રમાણે એક તરફ રશિયા ટ્રમ્પ ફરી જીતે તેવી શક્યતાઓ વધારવા પ્રયત્ન કરી રહ્યું હતું ત્યારે ઈરાને તેમના સમર્થનને ઘટાડવા અનેક ગુપ્ત અભિયાનો ચલાવ્યા હતા. ટ્રમ્પે પોતાના રાષ્ટ્રપતિકાળ દરમિયાન ઈરાન પર મહત્તમ દબાણ બનાવવાની નીતિનું પાલન કર્યું હતું.

(સંકેત)