Site icon Revoi.in

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ભારત-બ્રાઝિલને કર્યું યાદ, જાણો શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના રોગચાળા સામે ઝઝુમી રહ્યું છે ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને ભારત અને બ્રાઝિલને યાદ કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, કોવિડ-19ના કારણે ગ્લોબલ સપ્લાય ચેન પ્રભાવિત થવાના કારણોસર ક્રિસમસ પહેલા ઉત્પાદનોની કિંમતોમાં તેજી આવી છે અને તેના પરિવહનમાં પણ વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે.

અમેરિકામાં નિર્માણ પામનારી પેન્સિલને લઇને પણ તેઓએ ભારત-બ્રાઝિલનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પેન્સિલ બનાવવા માટે જે લાકડીની આવશ્યકતા હોય છે તે બ્રાઝિલ તેમજ જરૂરી એવું ગ્રેફાઇટ ભારતથી આવે છે. આ માટે આ બંને દેશો પર નિર્ભર રહેવું પડે છે.

તે ઉપરાંત તેમણે અમેરિકાના બંદરો, એરપોર્ટ તેમજ રેલ માલગાડીનું આધુનિકીકરણ કરવાનું પણ વચન આપ્યું હતું. જેથી કરીને અમેરિકી કંપનીઓ માટે પોતાનો સામાન બજારમાં લાવવા અને સપલ્યા ચેનના સંકટને સમાપ્ત કરવામાં પણ સરળતા થઇ શકે.

જો બાઈડેને કહ્યું કે કોવિડ-19 મહામારી અગાઉ સપ્લાય ચેન ક્યારેય આટલી પ્રભાવિત થઈ નથી. તેના કારણે ચીજોના ભાવમાં વધારો થયો અને તેના સપ્લાયમાં ઘણો વિલંબ થયો. તેમણે કહ્યું, સરળ શબ્દોમાં સપ્લાય ચેન કોઈ ઉત્પાદનની ગ્રાહકો સુધી પહોંચવાની મુસાફરીને કહે છે. કોઈ ઉત્પાદનને તૈયાર કરવામાં કાચો માલ, શ્રમ સહિત અનેક ચીજોની જરૂર પડે છે.