- વિશ્વનો સૌપ્રથમ કિસ્સો
- બ્રેઇન ડેડ દર્દીમાં ડુક્કરની કિડનીનું કરાયું સફળ ટ્રાન્સપ્લાન્ટ
- હવે ટ્રાન્સપ્લાન્ટ માટે અંગોની અછત થશે દૂર
નવી દિલ્હી: માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે માનવ અંગોની અછતની દૂર થાય તે જરૂરી છે ત્યારે હવે આ દિશામાં અમેરિકાના ડૉક્ટરોની ક્રાંતિકારી શોધથી આ અછત પણ દૂર થશે.
અમેરિકાના ડૉક્ટરો વિશ્વમાં પ્રથમવાર ડુક્કરની કિડની માનવી શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં સફળ રહ્યા છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિએ પણ તેને સ્વીકારી લીધું છે. ન્યૂયોર્ક સિટી સ્થિત N U લંગન હેલ્થમાં આ સમગ્ર શસ્ત્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. તેના જનીનોને પણ બદલવામાં આવ્યા હતા જેથી માનવ શરીર તેના અંગને તાત્કાલિક નકારી ના શકે.
એક બ્રેઇન ડેડ વ્યક્તિ જેની કિડની ફેઇલ થઇ ગઇ હતી તેનામાં આ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તેના પરિવારે લાઇફ સપોર્ટમાંથી દૂર કરતા પહેલા પરીક્ષણની મંજૂરી આપી હતી.
ન્યૂયોર્કના ડૉક્ટરોએ સફળતાપૂર્વક પહેલા બ્રેઇન ડેડ દર્દીની ખરાબ કિડનીને કાઢીને તેને સ્થાને ડુક્કરની કિડની ફીટ કરી દીધી હતી. ત્રણ દિવસ સુધી નવી કિડની તેની બ્લડ વેસલ્સ સાથ જોડાયેલી રહી હતી. ડૉક્ટરોએ આ ક્રિયાને સામાન્ય ગણાવી હતી.
નોંધનીય છે કે, એક રિપોર્ટ અનુસાર હાલમાં લગભગ 1,07,000 લોકો અંગ પ્રત્યારોપણની પ્રતિક્ષા કરી રહ્યાં છે. જેમાં 90,000થી વધુ લોકો કિડનીની પ્રતિક્ષા કરી રહ્યાં છે.