Site icon Revoi.in

અફઘાનિસ્તાન છોડતા પહેલા અમેરિકાએ તાલિબાનીઓને આપ્યો મોટો ઝટકો, જાણો શું કર્યું?

Social Share

નવી દિલ્હી: સોમવારે મધરાતે અમેરિકી સેનાએ અફઘાનિસ્તાનની વાપસી કરી અને તેમના જતા જ તાલિબાને કાબૂલ એરપોર્ટ પર કબજો જમાવી દીધો પરંતુ અહીં રાખેલા વિમાનો તાલિબાન ક્યારેય ઉપયોગ નહીં કરી શકે. તેનું કારણ એ છે કે અમેરિકી સૈન્યએ આ વિમાનોને નિષ્ક્રિય કરીને ગઇ છે. હવે આ અત્યાધુનિક વિમાનો માત્ર ભંગારમાં ફેરવાયા છે.

અમેરિકા જે એરક્રાફ્ટને કાબૂલમાં જ છોડીને જતુ રહ્યું તે બધા જ હવે માત્ર શોભાના ગાઠિયા સમાન બની ગયા છે. તે માત્ર ભંગાર બની ગયા છે. અમેરિકાનો દાવો છે કે આ બધા વિમાનો બેકાર છે. જેટલા પણ અમેરિકી વિમાનો તાલિબાનના કબજામાં છે તેમાંથી એકપણ તાલિબાનને કામે લાગશે નહીં. તાલિબાન આ વિમાન ઉડાવી શકશે નહીં.

કાબૂલ એરપોર્ટ પર અમેરિકી શિનુક અને MD જેવા હેલિકોપ્ટર્સ ઊભા છે. પરંતુ આ હેલિકોપ્ટર્સ ક્ષતિગ્રસ્ત છે. કારણ કે તેને ડેમેજ કરવામાં આવ્યા છે. આ સાથે જ વિશ્વ હવે રાહતનો શ્વાસ લેશે.

સેન્ટ્રલ કમાન્ડિંગ હેડ જનરલ કેનેથ મેકેન્ઝી અનુસાર 73 એરક્રાફ્ટ જે હામિદ કરઝઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊભા છે તેને ડિસેબલ કરી દેવાયા છે. આ વિમાન હવે ક્યારેય ઉડાન નહીં ભરી શકે. તેને ક્યારેય ઑપરેટ પણ નહીં કરી શકાય.

અમેરિકી સેના લગભગ 70 માઇન રેઝિસ્ટેન્ટ એમ્બુશ પ્રોટેક્શન વ્હીકલ એરપોર્ટ પર છોડીને આવી છે. આ વ્હીકલ IED બ્લાસ્ટ તેમજ દુશ્મનોના હુમલાનો પ્રતિકાર કરવાની ક્ષમતા ધરાવે છે. એક વ્હીકલની કિંમત 10 લાખ ડોલર છે. સેનાએ તેને પણ નિષ્ક્રિય કરી નાખ્યા છે.

અમેરિકી સેના આ વિમાન અને વ્હીકલ છોડીને ગઈ
33- MI17 વિમાન
33- UH60 બ્લેકહોક હેલિકોપ્ટર
43- એમડી 530 હેલિકોપ્ટર
73- એરક્રાફ્ટ
70- બખ્તરબંધ ગાડીઓ
27- HUMVEES