- વાંચો એક અસાધારણ માછલી વિશે
- આ માછલી દરરોજ 20 દાંત બદલે છે
- તેના મોઢામાં 500 દાંત હોય છે
નવી દિલ્હી: વિશ્વના અનેક સમુદ્રોમાં એવી એવી માછલીઓ રહે છે કે જેની વિશેષતા વિશે વાંચીને આપણે પણ દંગ રહી જાય છે. આવી જ એક અસાધારણ માછલી છે પેસિફિક લિંકોડ માછલી. 500 તીક્ષ્ણ દાંત ધરાવતી આ માછલીના મોઢામાં કોઇ આંગળી નાંખવાની પણ હિંમત નથી કરતું. આ દાંતથી જ તે સમુદ્રી જીવોને પોતાનો આહાર બનાવે છે. આ માછલી 5 ફૂટની અને 80 પાઉન્ડ વજન ધરાવે છે.
જો કે, અહીંયા રોચક વાત એ છે કે તેના તીક્ષ્ણ દાંતની રહસ્ય દરરોજ ઉગતા દાંતના નવા સેટમાં છૂપાયેલું છે. માછલીના જડબામાં દરરોજ 20 નવા દાંત ઉગે છે, જે જૂના દાંતની જગ્યા લે છે. યુનિવર્સિટી ઑફ વોશિંગ્ટનના રિપોર્ટ અનુસાર, જો માનવીમાં પણ આવી વિશેષતા હોય તો રોજ એક દાંત તૂંટી જાય છે અને એની જગ્યાએ નવો આવે છે.
લિંકોડની વસ્તી 20 ટકા છે અને તે મોટા ભાગે લીલી અથવા નીલા રંગની હોય છે. આનું કારણ જો કે હજુ સુધી સંશોધકો જાણી શક્યા નથી. તેને એક સારું સી ફૂડ માનવામાં આવે છે. કારલે કોહન અને તેમના સાથીઓએ 20 દિવસ સુધી દાંતની વૃદ્વિ પર આ અભ્યાસ કર્યો હતો. તેમણે માછલીઓને પહેલા લાલ રંગની ડાઇની ટાંકીમાં રાખી, જેના કારણે દાંત લાલ રંગની થઇ ગયા.
સંશોધકોએ, આ માછલીના દાંત પર સંશોધન કર્યું હતું, તેઓએ લિંકોડના 10,000 દાંતનું વિશ્લેષણ કર્યું હતું. તેમણે જોયું કે, માછલીના દાંત ઝડપથી બદલાય છે અને નવા ઉગે છે. યુનિ. ઑફ સાઉથ ફ્લોરિડાના સંશોધક અનુસાર આ ખૂબ જ અસાધારણ છે. આ માછલીના જડબામાં દાંતના બે સેટ હોય છે. પ્રથમ મોંમાં છે, જેનો ઉપયોગ શિકારને પકડવા માટે કરે છે અને દાંતનો બીજો સેટ ગળામાં હોય છે. જેનો ઉપયોગ શિકારને ચાવવા અને તેને પેટમાં પહોંચાડવા માટે કરે છે.