- ચીને ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણનો વીડિયો કર્યો જાહેર
- જેમાં ગલવાનમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ બતાવવામાં આવી છે
- ચીન વીડિયો જાહેર કરીને ફસાઇ ગયું કારણ કે તેમાં ચીનની ભારતીય સરહદમાં ઘૂસણખોરી જોઇ શકાય છે
બેઇજિંગ: લદ્દાખની ગલવાન હિંસામાં ચીની સૈનિકોની મોતની હકીકત સ્વીકાર્યા પછી આ ઘટનાનો એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગલવાનમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ બતાવવામાં આવી છે. ચીની મીડિયા ગ્લોબલ ટાઈમ્સે આ વિડીયો જાહેર કરીને ભારતીય સેના પર હુમલો કરવાનો આરોપ પણ લગાવ્યો છે. પરંતુ આ વિડીયો જાહેર કરીને તે પોતે જ ભરાઈ ગયું છે. કેમકે, તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, તેના સૈનિકોએ ભારતની સરહદમાં ઘુસણખોરી કરી હતી.. જોકે, ભારત તરફથી આ વિડીયોને લઈને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
ચીન દ્વારા જે વીડિયો જાહેર કરાયો છે તેમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ દર્શાવવામાં આવી છે. જો કે આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે ચીને જ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરી હતી. હવે ચીન આ વીડિયો દર્શાવીને પોતે જ ફસાઇ ગયું છે.
આ વીડિયોમાં નદી કિનારે ચીની પોસ્ટ જોવા મળે છે. જે પછીના દ્રશ્યમાં ભારતીય સેનાના એક અધિકારી આક્રમક ચીની સૈનિકા સાથે ઉભા રહેતા જોવા મળે છે. આ ઘટના પછી તરત જ સેંકડોની સંખ્યામાં ચીની સૈનિક લાઠી સાથે ભારતીય સૈનિકોને ઘેરતા જોવા મળે છે. જે પછીના દ્રશ્યામાં અનેક ચીની સૈનિક ઇજાગ્રસ્ત અવસ્થામાં જમીન પર પડેલા જોવા મળે છે. વીડિયોના અંતમાં ગલવાન હિંસામાં માર્યા ગયેલા ચીની સૈનિકોની તસવીરો દર્શાવાઇ છે.
On-site video of last June’s #GalwanValley skirmish released.
It shows how did #India’s border troops gradually trespass into Chinese side. #ChinaIndiaFaceoff pic.twitter.com/3o1eHwrIB2— Shen Shiwei沈诗伟 (@shen_shiwei) February 19, 2021
આ વિડીયોમાં ભારતીય સેના પર હુમલો કરવાનો આરોપ લગાવનારું ચીન હકીકતમાં પોતાની જાળમાં ફસાઈ ગયું છે. સેટેલાઈટ ઈમેજરી અને ગૂગલ અર્થ દ્વારા વિડીયોનું વિશ્લેષણ કર્યા બાદ ચીન પર નજર રાખનારા એક સ્ટ્રેટેજિક વિશેષજ્ઞએ દાવો કર્યો કે, ભારત અને ચીન વચ્ચે અથડામણનું એ સ્થળ એલએસીથી લગભગ 50 મીટર અંદર ભારત તરફ છે. તે પછી એ વાતની પુષ્ટિ થઈ રીહ છે કે, ચીને જબરજસ્તીથી ભારતીય ક્ષેત્રમાં ઘૂસ્યા બાદ ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો.
ચીનના મામલાના જાણકાર અને ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઈન્સ્ટીટ્યૂટના રિસર્ચર નાથન રુસરે દાવો કર્યો છે કે, જિયોલોકેટરની મદદથી જાણવા મળે છે કે, અથડામણવાળી જગ્યા ભારતીય સરહદની અંદર લગભગ 50 મીટર અંદર હતી. એક પહાડ પર પહોંચવા અને નદી પાર કર્યા પહેલા ભારતીય સેનાઓને ફુટેજમાં ઘાટીના દક્ષિણ તરફ ચાલતી જોઈ શકાય છે. મને વિશ્વાસ છે કે, તે પથ્થર ભારતીય સરહદમાં લીલા રંગથી ઘેરાયેલા સ્થાન પર આવેલો છે .એવામાં એ દાવો સાચો સાબિત થતો દેખાઈ રહ્યો છે કે, ચીનની સેનાએ ભારતીય વિસ્તારમાં ઘુસીને હુમલો કર્યો હતો.
ચીનની સેનાએ ગલવાન ઘાટીમાં ભારતીય જવાનોના હાથે માર્યા ગયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને એક વિડીયો પણ જાહેર કર્યો છે. ચીનમાં માર્યા ગયેલા 4 સૈનિકોના નામ પણ જણાવવામાં આવ્યા છે. જેમાં ચેન હોંગજૂન, ચેન શિઆંગરોંગ, શિયાઓ સિયુઆન, વાંગ જુઓરાન, ચીની સેનાએ કહ્યું કે આ સૈનિકોએ રાષ્ટ્રીય સંપ્રભુતા અને પોતાની જમીનની રક્ષા કરતા જીવ ગુમાવ્યો છે.
(સંકેત)