Site icon Revoi.in

‘પહેલો સગો તે પાડોશી’, પાકિસ્તાને કહ્યું કોરનાના સંકટમાં અમે ભારતની મદદ કરવા તૈયાર

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી ઘાતક લહેરે કહેર વર્તાવ્યો છે ત્યારે હવે તેના પાડોશી દેશ પાકિસ્તાને ભારતને મદદ કરવા માટે આતુરતા દર્શાવી છે. પાકિસ્તાને ભારતને મદદ કરવા માટે સત્તાવાર રીતે ઓફર કરી છે.

પ્રાપ્ત જાણકારી મુજબ, પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ એક ટ્વિટ કરીને કહ્યું હતું કે, કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતિને જોતા ભારતના લોકો સાથે પાકિસ્તાનની સરકાર તેમજ જનતા ઉભી છે અને પાકિસ્તાન જો ભારત ઇચ્છે તો મદદ કરી શકે છે.

કુરેશીએ ઉમેર્યું હતું કે, પાકિસ્તાન ભારતને વેન્ટિલેટર, બાય પેપ મશિન, ડિજીટલ એક્સ રે મશિન, પીપીઇ કિટ અને બીજી તમામ પ્રકારની મદદ પહોંચાડવા માટે તૈયાર છે. પાકિસ્તાન માનવતાને પ્રાથમિક્તા આપવાની નીતિમાં માને છે.

મહત્વનું છે કે, કુરૈશી પહેલા પાકિસ્તાનની સૌથી મોટી સ્વૈચ્છિક સંસ્થાઓ પૈકીની એક ઇધી ફાઉન્ડેશને પણ ભારત સરકારને ઑફર કરી હતી કે, અમારી સંસ્થા ભારતમાં 50 એમ્બ્યુલન્સો પૂરી પાડવા માટે ઉત્સુક છે.

(સંકેત)