- સોશિયલ મીડિયા પર ચાની તસવીર વાયરલ
- એલોન મસ્કે રશિયન અંતરીક્ષ એજન્સીના પ્રમુખને મનપસંદ ચા વિશે પૂછ્યું
- રશિયન સ્પેસ એજન્સીના પ્રમુખે ભારતીય ચાનો કર્યો ઉલ્લેખ
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર વારંવાર અનેક વીડિયો અને તસવીરો ફરતી થતી હોય છે. જેમાં કેટલીક તસવીરો અને વીડિયો એવા હોય છે જે પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઇ જતા હોય છે અને ખૂબ જ ટ્રેન્ડિંગ પણ હોય છે. તાજેતરમાં જ આવી જ એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે.
વિશ્વના અનેક દેશો એક યા બીજી રીતે ભારતની સંસ્કૃતિ, પરંપરા અથવા અન્ય કોઇ વસ્તુથી પ્રભાવિત થતા હોય છે. તે ઉપરાંત ભારતથી મોટા પાયે ચા તેમજ કોફીની નિકાસ થતી હોય છે. આસામમાં તૈયાર કરવામાં આવતી ચાની વિશ્વમાં પણ ખૂબ માંગ છે. હવે તાજેતરમાં જ ભારતીય ચાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
Thanks! What is your favorite tea?
— Elon Musk (@elonmusk) September 7, 2021
Let's start with my grandmother's favorite Indian tea! pic.twitter.com/JPIyVmNvnP
— РОГОЗИН (@Rogozin) September 7, 2021
વાત એમ છે કે, રશિયન સ્પેસ એજન્સીના ચીફ દિમિટ્રી રોગોઝિને Space Xના CEO એલોન મસ્કને તેમના ઘરે આમંત્રિત કર્યા છે, ત્યારરે એલોનન મસ્કે ટ્વિટર પર સ્પેસ એજન્સીના પ્રમુખ દિમિટ્રી રોગોઝિનને પૂછ્યું હતું કે, તમારી મનપસંદ ચા કઇ છે.
આ દરમિયાન રોગોઝિને પ્રત્યુત્તર આપ્યો હતો કે, ચાલો મારી દાદાની મનપસંદ ભારતીય ચાથી શરૂઆત કરીએ. ઉપરાંત રોગિઝને ટ્વિટર પર ભારતીય ચાની એક તસવીર પણ શેર કરી છે. આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ છે.
હાલ આ તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને અનેકવાર શેર પણ કરવામાં આવી રહી છે. લોકો પણ અનેકવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે.